પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬

'તમે ગીતા પાઈ, પચાવી નૈ અમે
'તમે ગયા ગાઈ ભૂલી ગયા અમે
તમે ત્યજ્યાં શસ્ત્ર–સમર્થની છટા,
અમે ય નિ:શસ્ત્ર–અશક્તની અદા !
બજાવી તેં વેણુ ન સાંભળી અમે !
ચરાવી તેં ધેનુ, પૂજયા ખીલા અમે.'

હસતા હિમાદ્રિને (પા. ૪૧) : અહીં વૃત્ત શુદ્ધ વંશસ્થનું લીધું નથી, પણ થોડી મોકળાશ આપવા નવો પ્રયોગ કર્યો છે.

ફાટશે અગ્નિથંભો (પા. ૪૨) : આમાં કડી ત્રીજીથી પ્રહલાદકથાનું રૂપક પરોવાયું છે, પણ અવતાર રૌદ્ર કોઈ નૃસિંહનો નહિ, કલ્યાણી અંબાનો, જગજ્જનીનો વાંચ્છ્યો છે.

હજુ કેટલાં ક્રંદનો... (પા. ૪૪) : આમાં પણ માત્ર શુદ્ધિ આટલી કરવી:-

'પુત્રોને ઝેરના ખ્યાલા, પીવાડીને સુવાડજો.'

  • * *

'કાં તો આાંસુ જલાવી દૈ, ચેતાવો અગ્નિ–ઝાળને'

  • * *

'ઝંઝેડો તખ્ત ને તાજો, પ્રલયંકર ચંડિ હે !’

કેમ કરે કાયદઓ નૈ (પા. ૨૬) : ‘કંપનસન’ એટલે કોમ્પેન્સેશન, કારખાનામાં ઈજા પામનાર મજૂરને અપાતી નુકશાની. માજન=મહાજન કહેવાતા શેઠીઆ.

જન્મભોમના અનુતાપ (પા. પ૩) : ગાંધીજી રાજકોટના પ્રજાસંગ્રામમાં ઊતર્યા, રાજ–કોલ પળાવવા ઉપવાસ કર્યા, એ પ્રતાપ પોતે દેશી રાજ્યની પ્રજાનાં યુદ્ધોમાં સાથ નથી પૂરતા એવાં મેણાંટોણાંનો હતો. નુગરી=ગુરુ વગરની, એ શબ્દમાં પ્રજાનું શ્રદ્ધાહીન