પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮

ભીખી લાવતા. ‘આકાશી’ એટલા માટે કે એ ઝોળીમાં થતી પ્રાપ્તિ અનિશ્ચિત પ્રકારની હતી; મળે, ન મળે, વત્તું ઓછું મળે. આકાશવૃત્તિ.

સાહિત્યની બારમાસી (પા. ૬૭) : ‘રઘુપતિ રામ રૂદેમાં રેજો રે' એ જૂનો રાસડો છે, જેમાં પંદર તિથિઓના આધારે રામાયણ વર્ણવી છે. એના 'મહિમા’ બનાવીને 'પેરોડી’ કરી છે. કનુભાઈ=ચિત્રકાર કનુ દેસાઈ. જનાબ બુખારી–મુંબઈ રેડીઓ સ્ટેશનના ઉત્સાહી સંચાલક.

તકદીરને ત્રોફનારી (પા. ૭૪) : જોગી ગોપીચંદનની પીઠ રાજમહેલના ચોકમાં ગૌડ બંગાળાના યુવાન રાજા ગોપીચંદ નહાતા હતા, રૂપસુંદરી રાણીઓ એને મર્દન કરતી હતી, તે વખતે ઉપરના ગોખમાં બેઠેલી માતા મેનાવતી રડતી હતી, તેનું ઊનું આંસુ ગોપીચંદની પીઠ પર પડેલું, એણે માતાને રડતી દીઠી, કારણ પૂછ્યું, માએ કહ્યું, આવી કંચનવરણી તારી કાયાનો આખરે નાશ થશે એ વિચારી આંસુ આવ્યાં માટે એ નાશમાંથી બચવા ભેખ લઈને અમરત્વ પ્રાપ્ત કર ને તેમાંથી જ ગોપીચંદને જોગી બનવાના સંજોગો પેદા થયા હતા. અહીં ગોપીચંદની પીઠ માતાનાં આંસુએ ઝરડેલી, કાંટા પેઠે ઉઝરડેલી કહી છે. લાડુડા=ત્રાજવાં પાડવા માટે રંગનાં ટપકાં. સૂરતા=નજર. કાંકણી=કંકણ

શૉફરની દિવાળી (પા.૮૨) : આ ગીત મુંબઈની દિવાળીની મુલ્કમશહૂર નગરરોશની નજરે દીઠા પછી, બેશક કલ્પનામાંથી જ પ્રસંગ ઉપજાવીને, પણ મુંબઈના મોટર–શોફરોની દશાના મૂંગા અનુભવમાં જ ઘૂંટીને રચેલું.

ગરજ કોને! –આ પદ ભાવનગર સાહિત્યસભાના આશ્રયે તા. ૨૧-૯-૪૦ની સાંજના સમારંભ પાસે ગાયા પછી, તે સભાના પ્રમુખ શ્રી નટવરલાલ સૂરતીએ 'ચોરાશી વૈષ્ણવની વારતાઓ'માંથી