પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯

પ્રભુની ને ગોવિંદસ્વામીની વાર્તા બતાવી. વાર્તા આામ છે કે શ્રીનાથજી પ્રભુ પોતાના ભક્ત ગોવિંદસ્વામી સાથે દડે રમતા હતા, દાવ શ્રીનાથજીને માથે હતો, એવામાં મંદિરમાં પ્રભુ–દર્શનની ટકોરી વાગી, શ્રીનાથજી ઝબક્યા, પોતે હાજર થઈ જ જવું જોઈએ ! એટલે મંદિર તરફ નાઠા. 'પૂરો દાવ દીધા વગર જઈશ ક્યાં !’ એમ કહીને પાછળ દેડેલા ગોવિદસ્વામીએ પ્રભુની પીઠમાં દડો માર્યો. પૂજારીઓએ આવીને ગોવિંદસ્વામીને પીટ્યા. પછી ભોગ ધરવાના ટાણે પ્રભુ થાળ જમ્યા નહિ, રુદન કરતા બેઠા. પૂજારીઓએ કારણ પૂછતાં કહ્યું કે ગોવિંદસ્વામીને તમે વગર વાંકે માર્યા છે, એ ભૂખ્યા દુ:ખ્યા બેઠા છે, દોષ તો હતો મારો કે હું અધૂરે દાવે અંદર દોડ્યો આવ્યો, એને જમાડો તે પછી જ જમીશ.

મેં જીવનમાં પહેલી જ વાર સાંભળેલો આ પ્રસંગ અહીં બરાબર બંધ બેસે છે. હરિને મેં માનવનો પ્રેમી મિત્ર કલ્પ્યો છે, માનવને પોતાના પૂર્ણત્વમાં તદાકાર કરવા માટે કિરતાર સર્જનના પ્રારંભથી તલસતો મથી રહ્યો છે. માછલડું બનીને...(કડી ૯–૧૦) પુરાણભાખ્યા દસ પ્રભુઅવતારો, અને ડારવીનનો ઉત્ક્રાંતિવાદ (Theory of evolution) આંહીં સૂચિત છે.

બંદૂકની આડશે...(પા. ૯૦) : ઈંગ્લાંડના રાજા કેન્યૂટની કથા એવી છે કે ખુશામદખોર હજૂરિયા એને કહેતા 'આ દરિયો પણ આપને તાબેદાર છે !’ ડાહ્યો કેન્યૂટ એ ખુશામદખોરની જબાનોને જૂઠી પાડી દેખાડીને જીવનભરને માટે ચેતી ગયો હતો. આ કાવ્યમાં રાજવીઓ પરસ્પર વાતો કરી એકબીજાની ચિંતા, ગભરામણ, ભય, ભીતતા વગેરેને ચુપ કરવા મથી રહેલા કલ્પાયા છે.

સલામ...(પી. ૯૩) : શુદ બીજનો ચાંદ ઈસ્લામીઓને માટે પુનિત ચિહ્ન છે. એને અલ–હિલાલ કહે છે. જમીં=જમીન. આાસ્માં=