પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬

એવી કલ્પના શું દૃષિત છે? એમાં શું માનવતાનું અધર્ય છે ? એની સરખામણીમાં ઘણા માનવતાપૂજકોને 'પુત્રની વાટ જોતી' માતાના કાવ્યમાં (પાનું ૫૦) મંગલતા દેખાશે. એણે તો પંથભૂલ્યા રઝળું દીકરાને જ ઘેર આવવા વિનવ્યું છે. એણે તે પહેરેગીરોને પણ વિનવ્યું છે કાળી અંધારી રાતે કે -

'રઝળુ દીકરો ક્યાંય જો મળે,
'પથ બતાવજે, ઘરભણી વળે.'

એમાં બંડનો, ઉથલપાથલ કે દાઝભરી કટ્ટર ધ્વંસવૃત્તિનો નહિ, પણ આર્દ્ર સમજાવટનો ભાવ અંકિત છે. જેમ જેમ આપણું ઉર્મિતંત્ર ગળાતું આવે છે તેમ તેમ એજ ભાવ વધુ સ્પર્શે છે. પણ મેં કહ્યું છે તેમ, સામાન્ય કવિતાકાર, જે કવિ (આર્ષદૃષ્ટા) નથી, તે તો પરાનુભવે જ ઝીલતો રહે છે. અહીં ઝીલાતા આ બેઉ, મારા નહિ પણ પરનાં સંવેદનો હોઈ, મેં તો કેવળ એના દર્શાવક તરીકેની જ સ્થિતિ સ્વીકારી છે. ને મારો પરમ સંતોષ તે 'અસહ્ય વાત’ જેવા ગીતમાં (પાનું ૮૧) વસ્યો છે. એમાં પણ શત્રુ-સૈન્યના સૈનિકોની બંદૂકે ઘવાતી એક સ્ત્રીની લાગણીઓમાં પોતાને મારનારાઓના અંતરતમાં માતૃપ્રેમ ને સ્ત્રીસન્માનની કલ્પના મૂકી છે—

'એ મને ય જે આંતરિયાળ મળે
'તો બોલાવે પૂછી, તમે કોણ છો મા !’

પણ અસહ્ય વાત તો આ જખ્મી ને અપમાનિત જનનિના દિલમાં એક જ છે : આ સૈનિકદળોને મોતને પંથે ચડાવનારા મતલબીઓ એમ બિરદાવીને ઉત્તેજે છે કે 'મારો આ પરદેશીઓને, કેમ કે આપણી મા (માતૃભૂમિ) એમ માગે છે !’ અસહ્ય છે આ મા (માતૃભૂમિ)ના