પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭

નામે સંહારકવૃત્તિ ઉત્તેજવાની રણકીકીઆરી, કારણ કે 'મા’ ઊઠીને પારકાં સંતાનોનો સંહાર માગે કદી ?

આવી અસહ્ય વાત ઉચ્ચારવામાં એક પણ અપમાનકારી કટુ બોલ વપરાઈ બેઠો નહિ, એ આ રંક કવિતાકારની કૃતાર્થતા છે.

વ્યકત અને અવ્યક્ત

આત્મનિરીક્ષણનો આ દૃષ્ટિદોર મને મારાં, અહીં સંગ્રહેલાં પીડિત–ગીતોની વધુ તપાસે ખેંચી લાવે છે, કનિષ્ટ ભાવ મને પરદેશી કવિતામાંથી ઊતરેલા 'ગરીબોદ્ધારની ચાલાકીઓ'ના ગીતમાં (પાનું ૩૦) ભાસે છે. એમાં સર્વોપરિ સ્થાન મજૂરમાલેકોની આછકલી મજાકને જ મળ્યું છે. આવી આછકલાઈ કોઈ હડતાલીઆઓની ચોપાટી−સભા ગજવતા ભાષણખોરના મોંમાં જ સુસ્થાને ગણાય; કવિતામાં એ દૂષણ બને. કવિતામાં વ્યક્ત કરતાં અવ્યકત જ વધુ મહત્વનું. કવિતાની કસોટી જ એ : વ્યકતને બાદ દેતાં અવ્યકત કેટલું ગૂંજી રહે છે ? એ કસોટીએ ચડાવો તો આ ગીતની ક્લિષ્ટતા પ્રકટ થશે. અવ્યકત કશું જ નથી રહેતું.

એ આાંકણીએ ચડાવીએ 'મને વેચશો મા' ગીતને (પાનું-૨૨). આમાં પીડિત દલિતને, પોતાના બીજી બાજુના શોષકો (exploiters) તરફના−કહેવાતા સેવકો ઉદ્ધારકો પ્રત્યેનો કટાક્ષ છે. પીડિતના આંસુ વડે પોતાની સેનાની ઈન્ડી-પેનો ભરનાર, પીડિતના ક્ષુધાગ્નિ પર પોતાના રોટા શેકનાર, પીડિતનાં શોણિતમાં પોતાના ‘વાદ’ના વાવટા રંગનાર, પીડિતની પાંસળીઓનાં હાડકાં ગણાવવા માટે બાકી રહેલ ચામડાં પણ ઉતરડનાર આ નવીન શોષકોની ધંધાલક્ષી દાંભિકતા (insincerity) પર હું માનું છું ત્યાં સુધી આ પહેલો જ કટાક્ષ છે. પણ એ કટાક્ષનું કાવ્યતત્ત્વ થોડુંઘણું, ઉપરની જ પેઠે કલૂષિત છે. એ પીડિતોદ્ગારમાં ચબરાકી આવી છે. એમાં પીડિતોની