પૃષ્ઠ:Ek-Taro.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦


હમણાં જ એક સજ્જન કવિતાનું એક પ્રધાન લક્ષણ કહી ગયા : થીજી ગએલા પ્રાણ-પોપડાને ઉષ્મા અર્પીને ભેદવાનું, ઓગાળવાનું, પ્રવાહમાન કરવાનું કામ અસલ દરજજે કવિતાનું છે. બુદ્ધિવાદની અતિશયતા થીજાવે છે, વાસ્તવવાદનો અતિરેક થીજાવે છે; વ્યવહારદક્ષતાના દાવપ્રપંચોએ ટેવાએલાં હૈયાં થીજી હીમ બને છે. એના પર ઉષ્મારૂપ બની કવિતાનાં કિરણો પડે ને પીગાળે, પરંતુ લાગણીતંત્ર પર કિરણનું પીગાળણ કામ કરી આપતી કવિતા અને એકલા કેવળ આવેશ–તંત્રનો જ કબજો લઈ બેસતી કવિતા વચ્ચેની સીમારેખ દોરવી સહેલ નથી. એક જ કવિતા સાંભળીને બે માણસો જુદી જુદી અસરો અનુભવે છે. એક કહેશે કે આ તે પટુકરણ કવિતા sentimental stuff છે, બીજો કહેશે આ હૃદયદ્રાવક છે. દરેક વાતનો આધાર એ દિલ કોનું છે, અને એનું દ્રવન થવું એટલે શું, તે પ્રશ્નના જવાબ પર જ રહેશે.

વિશાળ કલ્પના–પટ

આત્મનિરીક્ષણની આ પળોમાં કવિતાકારે જો પોતાનો મત પ્રદર્શિત કરવાનો અધિકાર આગળ કરી જ લીધો છે, તો પછી અહીં એકરાર કરી નાખવો પ્રાસંગિક છે, કે મારી અહીં આપેલી કૃતિઓમાં વધુ પ્રાણપ્રિય મને તો આવાં લાગેલ છે : ‘શબદના સોદાગરને,' 'વર્ષા,' ;જોગંદર જગદીશને,' 'તકદીરની ત્રોફનારી,' 'મોરપીછાનું મૂલ,' 'ગરજ કોને' અને 'ધીમાં ધીમાં લોચન ખોલો !’ નાનકડા ખૂણા ખાંચરામાં કે સાંકડી ઊર્મિસીમામાં ખૂંચી ગયેલી કલ્પનાને જ્યાં વિશાળ આકાશપટ મળે છે, ત્યાં ત્યાં ક્ષુદ્રતા આપોઆપ વિરમી જાય છે. રાજબાળ વર્ષાને મેં અણરૂંધ્યા આભના નિઃસીમ પટમાં લાખ લાખ હાથોડા હાંકતી દીઠી, ઘન-કડાકાની તાળીઓ પાડતી નાસી છૂટેલી દીઠી. નવરંગી ચુંદડીના