પૃષ્ઠ:Ek-Taro.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિદાય

આવજો આવજો વા’લી બા ! હો વા’લી બા !
કે એકવાર બોલ, ભલે ભાઈ તું જા !





પાછલી તે રાતને પે'લે પતરોડિયે
ઝબકીને તું જ્યારે જાગે
રે મા ! ઝબકીને તું જયારે જાગે !

ઓસીકે પાંગતે ફેરવતાં હાથ તુંને
પડખું ખાલી લાગે હો મા !
મા ! મા ! મા !

માડી મને પાડજે હળવા સાદ
પડઘો થઈ હું દૈશ જવાબ—આવજો૦