પૃષ્ઠ:Ek-Taro.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧

આષાઢી રાતની મેહુલિયા–ધારનું
ઝરમર વાજું વગાડું
હો મા ! ઝરમર વાજું વગાડું,

બાબુડિયા બેટડાને સંભારી જાગતી
માડી ! તુંને મીઠડી ઊઘાડું હો મા !
મા ! મા ! મા !

માડી હું તો વીજળીનો ઝબકારો
કે જાળીએથી 'હાઉક !' કરી જૈશ હું અટારો—આવજો૦

આકાશી ગોખનો ટલમલ તારલો
થૈને બોલીશ : બા ! સુઈ જા,
રે મા ! થૈને બેલીશ : બા ! સુઈજા;

ચાંદાનું કિરણ બની લપતો ને છપતો તુંને
ભરી જૈશ એક બે બક્કા હો મા !
મા ! મા ! મા !

માડી તું તો ફેરવીને ગાલે હાથ
નાખજે નવ ઊંડો નિઃશ્વાસ—આવજો૦