પૃષ્ઠ:Ek-Taro.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨

ઝબલું ટોપી લઈને માશીબા આવશે
પૂછશે, ક્યાં ગયો બચુડો ?
રે મા ! પૂછશે ક્યાં ગયો બચુડો ?

કે'જે કે બેન, બચુ આ રે બેઠો
મારી આંખ કેરી કીકીઓમાં રૂડો
હો બેન ! મારે ખોળલે ને હૈયા માંય
બાળ મારો બેઠો છે સંતાઈ !—આવજો૦


*મરી જતા બાળકના પોતાની મા પ્રત્યેના આ વિદાય–બોલવાળું ગીત ભજનના પદબંધમાં રવિબાબુના 'શિશુ' માયલા કાવ્ય 'તવે આમિ જાઈ ગો મા જાઈ' પરથી સાતેક વર્ષ પર ઉતાર્યું છે. એ શ્રોતાજનમાં અત્યંત પ્રિય થઈ પડેલું ગીત મારા 'વેણીના ફૂલ'ની છઠ્ઠી આવૃત્તિમાં મૂકી દેવાની ભૂલ મને, શ્રોતાઓનું પૂછાણ આવતાં માલુમ પડી છે એટલે એને અહીં પાછળથી ઉમેરેલ છે.