પૃષ્ઠ:Ek-Taro.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૯ ]
 

સંહારે માનવની ડોકે ડોકે,
બેસીને બંદૂકના ધૂંવા ફૂંક્યા;
સર્જનનાં કર–અંગુલ અડક્યે અડક્યે,
પત્થરને હૈયે પણ ગીતો ગૂજ્યાં. પ.

સંહારે નિરખ્યું 'રે મારાં થાણાં,
તેને શું સર્જનની લ્હેરો લાગી !'
ધા દેતો ધાયો: સર્જનનાં ગાણાં
ચૌદિશ રેલાયાં : ક્યાં જાવે ભાગી ! ૬.