પૃષ્ઠ:Ek-Taro.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦]
:એકતારો:
 



અદીઠી આગના ઓલવનારા
[પવન–પુતળી રમે ગગનમાં નુરત સુરતે નરખો–એ ભજનનો ઢાળ]
O

અદીઠી આગના ઓલવણહાર જીવો !
અમૃત–ઘોળ્યા ઘણેરા રંગ હો !
રે કલેજા–રંગ હો !

આતમ–બેડીઓના ભાંગણહારા જી જીવો !
આલમ–ગાયા અનેરા રંગ હો !
હો કલેજા–-રંગ હો ! ૧.

બાહેર જલન્તા દાવાનળ બૂઝવીને
દુનિયાને કૈક કરે દંગ હો
રામ દંગ હો !

ભીતરની ભઠ્ઠિયુંના ભડાકા જળેળે, એની
ભાળ્યું લેનાર ! ખરા રંગ હો !
લાખ લાખ રંગ હો !
હો ઘણેરા રંગ હો ! ૨.


* મુંબઈના શરાબબંધી દિન ૧લી ઓગસ્ટના માનમાં :