પૃષ્ઠ:Ek-Taro.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૧૧]
 


તનડાંની બેડી તણાં તાળાં ખોલન્ત તેના
 કવિઓએ લલકાર્યા છંદ હો
રામ છંદ હો

આતમની ચીસભરી તોડે તુરંગ તેના
કાળને નગારે પડછંદ હો
તોડનાર રંગ હો !
હો ઘણેરા રંગ હો ! ૩.

સાતે સિંધુને પાર લાર ને કતાર ઊભાં
બેનડી પ્રજાનાં મહાવૃંદ હો
માનવીનાં વૃંદ હો

તારા સાફલ્ય તણા જમરખ દીવડે
જલજો જી જ્યોત અણભંગ હો
રોમે રોમ રંગ હો !
હો ઘણેરા રંગ હો ! ૪.

કોટિ કોટિ આતમની અંધારી કોટડીમાં
પાથરજો તેજના ઉમંગ હો
જીવો જી ઉમંગ હો !

ઓલવવા આવનાર સળગી જાજો રે ફુદાં
સ્વારથનાં કીટ ને પતંગ હો
હો ઘણેરા રંગ હો !
હો કલેજા—રંગ હો ! ૫.