પૃષ્ઠ:Ek-Taro.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૪]
:એકતારો:
 


પ્રભુ યે કાંતતો બેઠો જીવન–મૃત્યુની પૂણીઓ
ઉતારે આત્મની ત્રાકે મહાપ્રેમની કોકડી.

રામને રેંટિયે રૂપાળા ત્રાગડા
અદીઠા ઊતરે : આપણે આંધળાં !
કનકને દીકરી ! ધૂળનાં ઢાંકણાં :
રતિ ભર રતનને પડળ ખાંડી તણાં ! 3.

તારી મા ! ડાહી વાતોમાં મને શાતા નથી નથી;
કળે છાતી, બળે આંખો, અંગે અંગ પડે તૂટી.

રામની વાત કરવી ગમે મા તને,
દેહ કંતાય મુજ તાંતણે તાંતણે,
શું પડી આપણી ત્રિલોકીનાથને !
રામને રોઉં ? કે મુઠીમર ભાતને ? ૪.

નકી આ પૂણીના રૂની ગોઝારી ધરતી હશે;
નકી એનાં પડો વચ્ચે ચૂડેલો રમતી હશે.

કોઈ ખેડુ તણાં કનકમય ખેતરાં,
જાર ને બાજરીથી છલોછલ ભર્યાં:
પોંક ને પોપટા ખાઈ પી છોકરાં
રમન્તાં હશે–ત્યાં કટક તૂટી પડ્યાં ! ૫.

ઊભાં ધાન હશે રોળ્યાં, ડોલ્યાં નીર નવાણનાં,
મીંઢળબંધ વધેરીને બંબોળી ધરતી હશે.