પૃષ્ઠ:Ek-Taro.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૬]
:એકતારો:
 

કારમાં સોણલાંથી ભરી રાતને
જાગતાં કાઢવી: ઊંઘવું શે બને ! ૯.

'કાંતો ને કાં મરો ભૂખે ! એ શું અંજામ આખરી!’
ધકેલી રેંટિયો કન્યા કમ્પતી થઈ ગઈ ખડી.

ભર્યા કોઠાર ને આપણે લાંઘવું !
નીપજાવી ઢગે ઢગ, પછી ભીખવું !
દેવલાં દૂધડ ન્હાય, તે દેખવું !
બાળ ભૂખ્યાં ઉપાડી મસાણે જવું ! ૧0.

'ઝીણું કાંતો! હજુ ઝીણું ! આછી વર્ણવી છ ચૂંદડી’
કાંતનારીના છૈયાને ખાંપણની ય ખતા પડી !

રંગલીલા રમન્તી નગર-નારીઓ :
—રંગની, રૂપની, નૃત્યની ઝારીઓ-
ચગાવે ઘરમાં ચૂંદડી ગોરીઓ.
જીવવું હોય તો તાર ઝીણા દિયો ! ૧૧.

અહીં કોઈ નથી બાકી પ્રભુ–સરજ્યાં માનવી,
નથી મુર્દાં, નથી માટી, અહીં સર્વ કરોળિયાં.

આપણાં જઠરથી ખેંચવો તાંતણો,
જીવનની લાળનાં રોજ વેજાં વણો !
માવડી, બેનડી, બેટડી, બુઢ્ઢીઓ !
માનવી કો' નહિ, સર્વ જન્તુગણો ! ૧૨.