પૃષ્ઠ:Ek-Taro.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૩૭]
 

બધું એ તોળતો બેઠો પ્રભુ ન્યાય ઉતારશે.
પ્રભુની ત્રાજુડી સાચી: પ્રાર્થના પ્રભુની કરો !

પ્રાર્થના કરી છે દિવસ ને રાત મેં;
પાતકી પુણ્યશાળી સહુ કારણે,
રડી છું પ્રાર્થના નીંદમાં સોણલે,
રટી છે પ્રાર્થના ક્રંદને ગાયને. ૧૩.

હજુ યે પ્રાર્થું છું એને, હૈયું કિન્તુ તૂટી પડ્યું,
ગયું આશા તણું પંખી; પ્રાર્થના રહી મૃત્યુની.

હવે તો આવશે નોતરાં નાથનાં,
મોત મારું થશે આખરી પ્રાર્થના;
પીંજરું ભાંગીને પંખીડાં આાશનાં
ક્યાં ઊડ્યાં, કોણ પાસે કહું યાતના ! ૧૪.

ધીર, ધીંગી, મૂંગી મૂંગી ઘાણીઓ ભયની ફરે,
ઓરાણી સૌ જવાંમર્દી, એરડીનાં બિયાં પરે.

ચીંચોડા બ્હીકના જો રહ્યા ગાંગરી,
પિલાતી લોક–મરદાઈની શેરડી,
વીરતાને લઈ ખોળલે ઓ ખડી
કબર, ખાંભી અને મસાણે દેરડી. ૧૫.

મ બોલો કાળ–બોલી આ, બેટા ! ઠાકર સાંભળે;
ઘટે ઘટમાં વસ્યો વા'લો, વીંધાશે તુજ બોલડે.