પૃષ્ઠ:Ek-Taro.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૪૨]
:એકતારો:
 


ફાટશે અગ્નિથંભો ને—
[રાજકોટના પ્રજાસંગ્રામમાં નાના એક
બાળક પર પોલીસની લાઠી પડી તે પ્રસંગે.]
O

થંભો જબાનો, કવિ–ગાન થંભો
વાણી અને સંગીત દોય થંભો;
અબોલ ઓ અંતરજામી માહરા !
'નમું તને !' એટલું બોલી થંભો.

ઝીંકાતી લાઠીઓ નીચે, ઢળી જો નિરદોષિતા;
એના ઘાવે થતા જખ્મી, અંકધારી રહ્યા પિતા.*[૧] ૧.

ઝીંકો ઝીંકો જોરથી ઔર ઝીંકો,
કાંડાં કળે ત્યાં લગ ભાઈ ! ઝીંકો,
કુણાં કુંણાં બાળક વીણી વીણી
ભાલે અને ગાલ પરે જ ઝીંકો.

પ્રભુનાં પ્રેમ–અશ્રુ શાં બુંદે બુંદે જુઓ ફુટે
પુન્યનાં પોયણાં રાતાં, કાળસિંધુ તણે તટે. ૨.

પ્રહ્‌લાદની વાત પુરાણ–કાળની
ન્હોતી મનાતી, પણ અહીં બાળની
ફડાફડી ખોપરીઓની ભાળતાં
લળી પડે અંતર એ કથા ભણી.


  1. *સ્વ. લાખાજીરાજ