પૃષ્ઠ:Ek-Taro.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૫૧]
 



ખમા ! ખમા ! લખવાર, એવા આગેવાનને*[૧]
Ο

બીજાને બકરાં કરી, આપ બને ગોવાળ,
બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર;
લ્યાનત હજો હજાર,
એવા આગેવાનને. ૧.

બીજાંને બથમાં લઈ, થાપા થાબડનાર,
પોતાનાં વડિયાં કરે કદમે રમતાં બાળ;

ખમા ખમા લખ વાર
એવા આગેવાનને. ૨.

સિંહણ–બાળ ભૂલી ગયાં, ખુદ જનનીની કૂખ,
આતમ–ભાનની આરસી, ધરી એની સનમુખ,
મુગતિ કેરી ભૂખ,
જગવણહાર ઘણું જીવો ! 3.

પા પા પગ જે માંડતાં, તેને પહાડ ચડાવ
તસુ તસુ શીખવનારના ઝાઝેરા જશ ગાવ;


  1. *ગાંધીજીના ઓગણોતેરમા જન્મદિન નિમિત્તે.