પૃષ્ઠ:Ek-Taro.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૫૨]
:એકતારો:
 

રાતા રંગ ચડાવ,
એવા આગેવાનને. ૪.

'બમણા વધજો બેટડા ! (અને) શિષ્ય સવાયા થાય!'
એ તો કેહેણી રહ ગઈ, રહેણી કિહાં કળાય ?
પ્યાલા ભર ભર પાય
(એવો) મૂર્શદ તો એક જ દીઠો. ૫.

પગલે પગલે પારખાં, દમ દમ અણઇતબાર,
શાપો, ગાળો, અપજશો ભરિયાં પોંખણ–થાળ;
કૂડાં કાળાં આાળ,
ખમનારા ! ઝાઝી ખમા. ૬.

બાબા ! જીત અજીત સબ, તેં ધરિયાં ધણી–દ્વાર,
મરકલડે મુખ રંગિયાં, દિલ રંગ્યાં રુધિરાળ;
રુદિયે ભરી વરાળ,
હસનારા ઝાઝી ખમા ! ૭.

પૈસે પૈસે ફૂટ–પટી, વાદોની વેચાય,
એ ગજ–પટીએ મુલકના હિમગિરિરાજ મપાય;
દિનડા એ પણ જાય !
જીરવણહાર જીવો ઘણું ! ૮.