પૃષ્ઠ:Ek-Taro.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૨]
:એકતારો:
 

દૃશ્ય જગતના શેષ–સીમાડા,
ગયો વટાવી
અદીઠ એક કિરણની શોધે,
અરૂપની ગાયબ દુનિયાનાં
દર ઢંઢોળ્યાં,
ઊઠ્યા પુરાતન ઋષિ–પ્રોળીઆ,
ઉઘડ્યાં દ્વાર,
પ્રવેશ્યો અતિથિ,
बहु स्याम् નાં
સિંહ–દુવાર વટાવી ઉભો
एकोऽहंની ભવ્ય સન્મુખે
દ્વય કર જોડી,
ચકિત સ્તબ્ધ
વાચાહીન મુખડે
પ્રણમ્યો વિભુને
ઓ જગદીશ !
ઓ જગદીશ !

સામ–ઋચાના અસલ શબ્દની
હાકલ દે હે નવલા જોગી !
માર હાક "उत्तिष्ठ जाग्रत !"
હાકલ દે આ
મતિહીણા વાતૂલ જનોને,