પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
પ્રકરણ ૧૫ મું.

૧0 દાક્તરને પુછયા વગર કાંઈ પણ ખોરાક કે દવા દર્દીને આપવી નહિ કાંઈ જાણીતી દવા હોય, અને તેથી કોઈને કદાપિ ફાયદો થયો હોય તોએ તે પુછયા વગર આપવી નહિ.

૧૧ ઘરની આસપાસ સ્વચ્છતા રાખવામાં જરા ચૂક કરવી નહિ. આ ઉપરાંત ઘણી અગત્યની સૂચનાઓ તેમના પુસ્તકમાં છે.

બાળકોની સંભાળ કેવી રીતે લેવી એ બાબત ઉપર તેમણે એક પુસ્તક લખ્યું છે.

હિંદુસ્થાનના લશ્કરની આરોગ્યતા-એ વિષય ઉપર પણ તેમણે એક ઘણું ઉપયોગી પુસ્તક લખ્યું છે. તેમની સૂચનાએાથી લશ્કરી નેાકરોનાં રહેવાના ઘરમાં ઘણા સુધારા થયા છે. તેમને નવરાશની વખતે રમવાની, ફરવાની, કસરત કરવાની છૂટ મળી છે. તેમને માટે લાયબ્રેરીઓ સ્થપાઈ છે, અને એકંદર રીતે તેમના આચારવિચારમાં ઘણો સુધારો થયો છે.