પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
પ્રકરણ ૧૬ મું.

એટલે તેમના કૌટુંબિક જીવનની આપણને ઘણી માહિતી મળી નથી. પણ એટલુંં તો જાણીએ છીએ કે તેમને પોતાના ઘર માટે ઘણીજ પ્રીતિ હતી. પોતાના કાર્યમાંથી પરવારે કે તરત તેમને ઘર સાંભરતું. લંડનમાં રહીને સાહિત્ય સંબંધી જે કામ હોય તે અને બીજાં જે લોકોનાં ભલાંને માટે જે યોજના હોય તે પૂર્ણ થાય કે લિહર્સ્ટ કે એમ્બ્લીક પાર્કમાં પોતાનાં માતાપિતાની પાસે રહીને આરામ લેતાં. ત્યાં રહીને બાળક૫ણના સ્નેહીઓની ખબર અંતર લેતાં અને આસપાસનાં ગરીબોને મદદ કરતાં.

હવે જો કે તેઓ જાતે કોઈને જોવા જઈ શકતાં નહિ તે પણ તેમના મિત્રોની ખબર બરોબર રાખતાં અને જેને જે જોઈતું હોય તે મોકલી આપતાં. આસપાસ રહેતી જુવાન બાળાઓ ઉપર તે ઘણું જ લક્ષ રાખતાં. અને તેમને વારંવાર પોતાની મુલાકાતે બોલાવતાં. ત્યાં તેમને થોડીવાર રમુજ કરાવીને અમૂલ્ય બોધ આપતાં.

ઈ. સ. ૧૮૭૪ માં મિસ નાઇટીંગેલના વ્હાલા પિતા મૃત્યું પામ્યા. તેમના કુટુંબમાં આ પ્રથમ જે મૃત્યુએ દેખાવ દીધો હતા તેથી સર્વેને ઘણો શોક લાગ્યો. તેમની ઉમર ૮૦ વર્ષની હતી.

પિતાના મૃત્યુ પછી મિસ નાઇટીંગેલ ઘણોખરો વખત એમ્બ્લીક પાર્ક કે લીહર્સ્ટમાં વિધવા માતાની પાસે જ કહાડતાં. મિસ ફ્લૉરેન્સને લીહર્સ્ટ વધારે પસંદ હતું તેથી જેટલા દિવસ ત્યાં રહી શકાતું ત્યાં સુધી એમ્બ્લીક પાર્કમાં જતાં નહિ.

આસપાસનાં પડોસીમાં તેમનાં જુનાં ઓળખાણના માણસો ઘણાં ખરાં મરી ગયાં હતાં અને નવાં માણસો રહેવા આવ્યા હતાં. પરંતુ સર્વના કુટુંબની હકીકતથી મિસ નાઇટીંગેલ વાકેફ હતાં.

પાસેની ઝુંપડીમાં રહેતાં માદાં માણસોની પોતાના નોકરો પાસે