પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

ખબર કઢાવતાં, અને તેમને જોઈતું કરતું મોકલાવતાં, અને બાળકોને પાસે બોલાવી રમાડતાં ને આશીર્વાદ દેતાં.

જેમને દૂધની અગત્ય હોય તેમને માટે લીહર્સ્ટની ડેરી ( દૂધનું કારખાનું ) માંથી સ્વચ્છ તાજું દૂધ તેમની ખાસ ભલામણથી પુરૂં પાડવામાં આવતું હતું.

ઈ. સ. ૧૮૮૦ માં મિસ નાઇટીંગેલને બીજી આફત આવી. તેમનાં વહાલાં માતા ઘણા મહિના મંદવાડ ભોગવીને મરણ પામ્યાં. તેમની સારવાર મિસ નાઇટીંગેલથી થઈ શકી તેટલી કરી હતી. મિસીસ નાઇટીંગેલના ઉમદા સ્વભાવની છાપ તેમની યશસ્વી પુત્રી ઉપર પ્રથમથી જ પડી હતી. તેમનું જીવન દષ્ટાંત લેવા યોગ્ય હતું. તે એમ્બલીક પાર્કમાં મૃત્યુ પામ્યાં.

માતાના મૃત્યુ પછી પણ મિસ નાઇટીંગેલ કેાઈવાર લીહર્સ્ટમાં અને એમ્બ્લીક પાર્કમાં રહેતાં હતાં. એ મિલ્કત હવે તેમના પિત્રાઈ મિ. વિલીઅમ શૉર નાઇટીંગેલ કરીને હતા તેમના હાથમાં આવી હતી.

ઈ. સ. ૧૮૮૭ માં ડાર્બીશાયરમાં રહેતા મજુર વર્ગ તરફથી તેમને લીહર્સ્ટનું એક મોટું ચિત્ર ભેટ આપવામાં આવ્યું હતું. આ ભેટ તેમણે ઘણા જ આનંદથી સ્વીકારી હતી. આ વખતે તેમણે તેમની જન્મભૂમિને છેલ્લીવારની જોઈ ત્યાર પછી તે ત્યાં જઈ શકયાં નથી.

મિસ નાઇટીંગેલ હવે ઘણોખરો વખત બકીંગહેમ શાયરમાં પોતાની બહેનના ઘરમાં અને લંડનમાં પોતાના ઘરમાં ગાળે છે. તેમની બહેન ફ્રાન્સીસ સર હેરી વનીં સાથે પરણ્યાં હતાં. સર હેરીના પિતા લશ્કરમાં ઘણી મોટી પદવીએ હતા. એકવાર 'મેજર' પણ થયા હતા. અને ઈ. સ. ૧૮૨૭ માં તેમને 'સર' નો ઈલ્કાબ મળ્યો હતો. પંદરમા સૈકાથી વર્નીનું કુટુંબ બકીંગહેમ શાયરમાં હતું. સર હેરી ઘણીવાર પાર્લામેટના મેંબર થયા