પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

આટલું છતાં તે કામથી પરવાર્યાં નહોતાં. બે વર્ષ પછી એટલે ઇ. સ. ૧૮૯૨ માં બોતેર વર્ષની ઉમરે બકીંગહેમ શાયરના શહેરોની તંદુરસ્તી બાબતની તકરારોમાં તેમણે જુસ્સાભેર ભાગ લીધેા હતેા. મજુર લોકોને રહેવા માટે સારાં ઘર બંધાવવાં જોઈએ એ ચર્ચા જયારે ચાલતી ત્યારે પણ તેમણે ઘણી ડહાપણ ભરેલી સલાહ આપી હતી.

તે વર્ષમાં બકીંગહેમ શાયરના સુધરાઈ ખાતાની સભા ઉપર તેમણે એક પત્ર લખી મોકલ્યો. તેમાં એવી સલાહ આપી કે જીલ્લાના સવાલોનો ચુકાદો કરવા માટે એક સેનેટરી કમીટી સ્થાપવી. જનસમૂહમાંથીજ કમીટી કરવી, અને એ દ્વારાએ લોકોનો મત લેવો. આ રીતે સરકારના અધિકારીઓની સત્તા કમી થશે, અને આપણા મત સરકારને કબુલ કરવા પડશે. સુધરાઈ ખાતાએ જ સ્વતંત્ર મત દર્શાવામાં અગ્રણી થવું જોઈએ. મિસ નાઇટીંગેલ એવું માનતાં હતાં કે લેાકોની આરોગ્યતા સુધારવાને ખરો માર્ગ એક જ છે. તે એ કે સ્ત્રીઓને આરોગ્યતાનું જ્ઞાન આપવું. સ્ત્રીઓ અને માતાએા જેમના હાથમાં ઘરકામનો વહીવટ છે તેમણે જ સ્વચ્છતાના નિયમ જાણવા જોઈએ. તે ઉપરાંત તેમણે કહ્યું કે ગામડાઓમાં શિક્ષકોને મોકલીને લેાકોને સ્વચ્છતાના નિયમ શીખવવા. તે માટે તેમણે પસંદ કરીને ત્રણ કેળવાએલી સ્ત્રીઓને ગામડાંની નિશાળોમાં સ્વચ્છતા, હવા, ઘરની સ્વચ્છતા વિગેરે વિષયો ઉપર ભાષણ આ૫વાને માકલી, અને તેમની સાથે એવી સરત કરી કે ગરીબ લોકોના ઘરમાં જઇને અજ્ઞાન સ્ત્રીઓ સાથે વાતચીત કરી સ્વચ્છતાના નિયમ તેમને શીખવવા, તે માટે ગામડાની સ્ત્રીઓ ઉપર પ્રથમથી તેમણે એક પત્ર લખીને મોકલ્યો, તે નીચે પ્રમાણે છે:–

પ્રિય સખીઓ –

હું જાણું છું કે તમારે ઘણું સખત મજુરી કરવી પડે છે. મારે પણ કાંઈ થોડું કામ નથી, કામનો અનુભવ મને ઘણો થયો છે, અને તે ઉપરથી તમને બે બોલ લખવાની રજા લઉ છું.