પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
પ્રકરણ ૧૬ મું.

બાળકની માતાની ફરજ એ છે કે જેમ બને તેમ પોતાના બાળકને તંદુરસ્તીમાં રાખવું અને મજબુત બાંધાનું કરવું. જેથી આગળ જતે દુનીઆમાં પોતાનો વ્યવહાર સારી રીતે ચલાવી શકે. પરંતુ તમે અનુભવથી જાણતાં હશો કે બાળકની તંદુરસ્તી સાચવવી એ કાંઈ સહેલું કામ નથી.

કાંઈપણ કામ કેળવણી-શિક્ષણ વગર સારી રીતે થઈ શકે નહિ. શિવવાનું, ગુંથવાનું સર્વમાં અભ્યાસ અને શિક્ષણની જરૂર છે. તે જ પ્રમાણે તંદુરસ્તી કેવી રીતે સચવાઈ શકે તે પણ શીખવાની જરૂર છે.

છોકરાઓ અને છોકરીઓને તંદુરસ્ત બનાવવાં જોઇએ. તેમનાં તન સ્વચ્છ હોવાં જેઇએ, તેમ તેમનાં મન પણ સ્વચ્છ હોવાં જેઈએ અને તેટલા માટે આસપાસની હવા, જમીન, પાણી, સોબત - જેમાં રહીને બાળક ઉછરે છે તે સર્વ-સ્વચ્છ હોવાં જોઈએ. હવા ખુલ્લી અને તાજી હોવી જોઈએ, જમીન ચેખ્ખી હોવી જોઈએ, પાણી નિર્મળ હોવું જોઈએ, અને તેમને કાને શબ્દ પણ સુશીલ અને સભ્ય પડવા જોઈએ કે જેથી તેમનાં મન ઉપર પ્રથમથી જ નમ્રતા, નીતિ અને દઢતાની છાપ પડે. બાળક સર્વ રીતભાત ઘરમાંથી જ શીખે છે, માતાની આજ્ઞા માનવી કે ન માનવી તે ઘણીજ નાની ઉમરે બાળક શીખે છે અને સાત વર્ષનું થાય તે પહેલાં એનો સ્વભાવ બંધાઈ જાય છે.

તે ઉપરાંત નિયમિતપણું પણ જોઈએ. જો દરેક કામનો વખત મુકરર કરી રાખ્યો હોય તો ઘણી સરળતાથી કામ થાય. અને તો જ છોકરાંની તંદુરસ્તીમાં નજર રાખી શકાય, છોકરૂં માંદું પડે તેના કરતાં તદુરસ્ત રહે તે બાળક અને માતા બને સુખમાં દિવસ ગાળી શકે.

લી. ફ્લૉરેન્સ નાઈટીંગેલ.

આ ઉપરાંત તેમણે સ્ત્રીઓની એક સભા માટે આરોગ્યતા ઉપર નિબંધ લખી મોકલ્યો હતો.