પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
પ્રકરણ ૧૬ મું.

હતું; પરંતુ નાનાં ગામડાંમાં સ્વચ્છતાનો નિયમ કોઈ પાળતું નહિ અને તે જ માટે મિસ નાઇટીંગેલનો પ્રયાસ હતો.

તે માટે તે આપણા દેશના સુધરાઈ ખાતાના અધિકારીઓ સાથે પત્રવ્યવહાર રાખતાં, અને ખરી માહિતી મેળવતાં આપણા લોકોની ગંદી વર્તણુંક સર્વ અસ્વચ્છતાનું મૂળ લાગ્યું હતું, પરંતુ તે કહેતાં કે હિંદુ લોક જેવી નમ્ર ભેાળી પ્રજાને ખરી વાત શીખવતાં વખત નહિ લાગે.

ઇ. સ. ૧૮૯૭માં નામદાર મહારાણીની ડાયમંડ જયુબિલી થઈ તે વખતે મિસ નાઇટીંગેલે ઘણી હોંસથી ભાગ લીધો હતો. તે પ્રસંગે વિક્ટોરીઆ રાણીની રાજ્યકીર્તિના સમયમાં જે જે નવા બનાવ બન્યા તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમાં તેમણે ક્રાઈમીઆથી મળેલી ગાડી મોકલી હતી. (કારણ કે નર્સીંગની શરૂઆત એ જ રાજયમાં થઈ હતી.) અા ગાડી જોવાને હજારો લોક એકઠું થયું હતું, અને તે જગ્યાએ ફરતી નર્સોને જોઈને તે લોકોનું હૃદય ભરાઈ જ આવતું. બેલેકલેવાની લડાઈનો વાર્ષિકોત્સવ કરવામાં આવ્યો હતો, તેમાં ખાણા વખતે મિસ નાઇટીંગેલ લાંબુ આયુષ્ય ભોગવે એવી સર્વેએ ઈચ્છા દર્શાવી હતી, અને ભાષણકર્તાએ પોતાના ભાષણમાં કહ્યું કે જ્યાં સુધી ઇંગ્લંડ દેશ કાયમ રહેશે ત્યાં સુધી મિસ નાઇટીંગેલનું નામ કાયમ રહેશે.

હવે તો મિસ નાઇટીંગેલ જીવનની છેક પાછલી અવસ્થાએ આવી પહોંચ્યાં છે. દશ વર્ષથી તે લંડનની બહાર નીકળ્યાં નથી, અને પથારીવશ જ છે. તેમનું ચિત્ત હજી સુધી સ્વસ્થ છે, અને વર્તમાન બીનાએાથી અને તેમાં ખાસ કરીને નર્સીંગની ઘણી જ ઉત્સુકતાથી માહિતી રાખે છે. તે પોતે પત્રવ્યવહાર ચલાવી શકતાં નથી તેથી તેમની વતી તેમના સેક્રેટરી સર્વ કામ કરે છે. પોતાના જુના મિત્રોને બોલાવીને તે હજી પોતાના ભૂતકાળની વાતો ઘણી હેાંસથી કહી સંભળાવે છે. અને ધણીવાર નર્સોને મુલાકાતે બોલાવે છે.