પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૨ જું.

પ્રકરણ ૨ જું.
ફ્લૉરેન્સે પ્રથમનાં પાંચ વર્ષ ઇટાલીમાંજ કહાડ્યાં હતાં, પછીથી તેમનાં માતા પિતા ઈંગ્લેંડમાં ડાર્બીશાયરના રમણીય પ્રદેશમાં તેમજ હેમ્પશાયરમાં રહેતાં હતાં. ઉન્હાળાના દિવસ લીહર્સ્ટ (ડાર્બીશાયર) માં ગુજારતાં અને શિયાળામાં તથા વસંત ઋતુમાં ઍમ્બલી પાર્ક (હેમ્પશાયર) માં રહેતાં હતાં, એ વખતે રેલનો માર્ગ થયો નહોતો. તેથી પગરસ્તે ગાડી ઘેાડે બેસીને જતાં, બન્ને બાળક બહેનોને અત્યંત ગમત પડતી હતી, તેમજ કુદરતી દેખાવની રમણીયતા જોવાની પણ તક તેમને તે જ વખતે મળતી હતી. કુદરતી દેખાવ તરફ તથા ગામડાના લોકેાના આચાર વિચાર તરફ તેમને પ્રેમની લાગણી આવાજ પ્રસંગોથી ઉત્પન્ન થઈ હતી.

તેમનો સ્વભાવ બાળપણથી જ ઘણો મળતાવડો અને માયાળુ હતો. પોતાની પડોશમાં વસતાં ખેડુતો, મજુરો, તેમની સ્ત્રીઓ તથા બાળકો સર્વને તે સાંભળતાં, તથા તેમનાં દુઃખ કાંઈક અંશે ટાળવાને પ્રયાસ કરતાં.

આ રીતે બાળપણથી જ તે ગરીબ તથા ધનવાન વચ્ચેનો ભેદ સ- મજતાં નહિ. સર્વ મનુષ્ય બંધુ એક જ પરમેશ્વરની પ્રજા છે એમ જ તે જાણતાં; અને તે જ કારણને લીધે મોટી વયમાં તેમનામાં બંધુપ્રીતિ એટલી બધી ખીલી હતી.

માંદા મનુષ્યની સેવા કરવા તરફ તેમને પ્રથમથી જ પ્રેમ હશે એમ માલમ પડે છે. છેક નાની ઉમ્મરે જ્યારે એ ઢીંગલાંની રમત રમતાં ત્યારે તેમની ઢીંગલી હંમેશ કાયલી રહેતી, ને તે હંમેશ તેની સારવાર કર્યા કરતાં. ઘણી જ સાવચેતીથી ઋતુને યોગ્ય તેને વસ્ત્ર પહેરાવતાં, સુવાડતાં અને ખોરાક પણ સંભાળીને આપતાં, તેને સુવાડે ત્યારે પોતાની