પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

બહેનને કહેતાં કે "બહેન જો જે હોં; બહુ ગરબડ ના કરતી, નહિ તો મારી ઢીંગલી જાગી ઉઠશે." તેનાં એાશીકાં, ચાદર વગેરે સફાઈથી પાથરતાં. તેનું મન રંજન કરવાને નાના પ્રકારનાં રમકડાં તેની નજર આગળ મૂકતાં ને તેની તબીયત મહેનત કરીને સુધારતાં ને પાછી રોજ તે બિચારીને મંદવાડના બિછાનામાં સુવાડતાં, તેમની બહેન પાર્થીનોપમાં આ પ્રકારની લાગણી ના હોવાથી તે તેની ઢીંગલીને ગમે તે રીતે આડી અવળી પકડતી તેથી કોઈ દિવસ તેનો હાથ ભાંગતો ને કોઈ દિવસ તેનો પગ ભાંગતો. તે વખતે તેને પાછા મલમપટ્ટા કરવાને તે ફ્લૉરેન્સ પાસે જતી; તે ભલભલા હાડવૈદ્યને હઠાવે તેટલી કુશળતાથી તેનાં હાડકાં બે સાડતાં ને પાટા બાંધતાં.

બાળકપણથી બિમાર માણસની સેવા કરવાનો તેમને શોખ હતો, તે, નીચેની વાત ઉપરથી માલુમ પડશે.

"એક દિવસ ગામના પાદરી સાથે ઘોડા ઉપર બેસીને તે ફરવા જતાં હતાં. તે પાદરીને પણ અનાથ તથા માંદાં લોક પ્રત્યે અત્યંત દયાની લાગણી હતી. અને તે ફ્લૉરેન્સની વૃત્તિ સમજતો હતો અને તેને તેવાં કાર્યમાં ઉત્તેજન આપતો હતો.

હવે એવું બન્યું કે એક રૉજર નામનો વૃદ્ધ ભરવાડ તેનાં ઘેટાંનાં ટેાળાંને એકઠાં કરતો હતો.

પાદરીએ ઘોડો થોભાવીને તેને પૂછયું, "અલ્યા, તારો કૂતરો ક્યાં છે ?"

તે બિચારાએ જવાબ દીધો કે, "શેરીના છેકરાએાએ તેના તરફ પથરા મારીને તેનો એક પગ ભાંગી નાખ્યો છે. હવે મને નથી લાગતું