પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૨ જું.

કે એ બિચારો કેાઈ દિવસ સાજો થાય. તેથી હું તો એને ગળે ફાંસો દઈને એની પીડાનો અંત લાવવાનો વિચાર કરૂં છું."

પાદરીની પાસે ઉભેલી છોકરીએ ઝીણે સ્વરે પૂછયું, "અરેરે ! બિચારા કૅપ (કૂતરાનું નામ) નો પગ વળી શાથી ભાંગ્યો, રૉજર ! એને બિચારાને કાંઈક તો ઉપચાર કરી જોયો હોય તો ઠીક, મને જોવા તો દે, એ કયાં છે?"

“બહેન તારાથી કાંઈ વળવાનું નથી." તે વૃદ્ધ ભરવાડે જવાબ દીધો. “મારો તો વિચાર આજે એને ગળે ફાંસો દઈને મારી નાંખવાનો છે, એટલે એ બિચારો પીડામાંથી તો છુટે. હું તો એને તબેલામાં બાંધીને બહાર નીકળ્યો છું.”

કુતરાને આટલી વેદના થતી સાંભળીને ફ્લૉરેન્સને એટલી દયા આવી કે ફરવા કરવાનું સર્વ એક બાજુએ મુકી દઈને બારોબાર તે તબેલા માં ગઈ. ત્યાં જઈને જોયું તો એ કુતરો તો બિચારો અત્યંત પીડામાં ગરકાવ થઈને પડી રહ્યો હતો. તેને તેણે થોડીવાર સુધી તો માયાળુ હાથથી પંપાળ્યા કીધું અને લાડથી બોલાવ્યો. એટલાથીજ જાણે એ કુતરાનું અર્ધું દુઃખ ઓછું થયું હોય તેમ તેણે આંખ ઊંચી કરીને તેના સામું ઉપકારવૃત્તિથી જેયું. મોટી ઉંમરે જ્યારે તે નર્સ થઈને ક્રાઈમીઆની લઢાઈમાં ગઈ ત્યારે સેંકડો માંદા સિપાઈઓ એજ પ્રકારની ઉપકારવૃત્તિની નજરથી તેના તરફ જોતા. તેણે આખો દિવસ તે કુતરા પાસે બેસીને ગરમ પાણીમાં પોતાં નીચોવી નીચોવી શેક કર્યો. છેવટ સંધ્યાકાળે તેના પગનો સોજો ઉતરી ગયો અને તેના મોં ઉપર હોંશિઆરી આવી. રૉજર તેા તેને ફાંસો દેવાનું દોરડું હાથમાં લઈને દીલગીર ચહેરે આવ્યો. આવીને જુવે છે તો કૅપને તો હોંશિઆર થએલો પુંછડી હલાવતો જોયો. પોતાના વહાલા જાનવરને સાજો થએલો જોઈને