પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ૨ જું.

ફ્લૉરેન્સે આગળ જતાં જે મહાન કાર્ય માથે લીધું તેને યોગ્ય જ તેમને પ્રથમથી કેળવણી મળી હતી.

સૃષ્ટિના રમણીય દેખાવો અને જગ્યામાંજ તે મોટી થઈ હતી, અને માંદા અને ગરીબ લોકોની સેવા કરવાનું પણ શીખી હતી, તેમજ પ્રચલિત રૂઢી કરતાં તેમના વિચાર ઘણા વધારે આગળ વધેલા હતા. આવી રીતની યોગ્ય કેળવણી સિવાય તે ઘાયલ થએલા લશ્કરી સિપાઈઓની સેવા કરવાને તથા તેમની હોસ્પીટલોની સર્વ વ્યવસ્થા કરવાને કદી લાયક થાત નહિ, અને તે કાર્યમાં અગ્રસ્થાન લઈ શકત નહિ.

બંને બહેનો લગભગ સરખી વયની હતી તેથી પોતાનો અભ્યાસ સાથે જ કરતાં. તેમને શિક્ષણ આપવાને માટે એક સ્ત્રીશિક્ષક રાખી હતી, અને તેમના પિતા દેખરેખ રાખતા. મિ. નાઇટીંગેલના વિચાર ઘણા ઉદાત્ત હતા, કલાકૌશલ્યનો તેમને શોખ હતો, અને પોતાને એક પણ પુત્ર ના હોવાથી પુત્રીઓને ઊંચી કેળવણી આપવાનો તેમનો દૃઢ નિશ્ચય હતો; અને તેમને તરત જ માલુમ પડયું કે ફ્લૉરેન્સને તો જે શીખવ્યું હશે તે શીખી શકશે. તે દરેક કામ નિયમપૂર્વક કરાવતા. ઘરમાં શિક્ષણ લેવાથી બાળકીઓને રસળવાની ટેવ ના પડે તે માટે તે હમેશ ઘણા જ સાવચેત રહેતા. અભ્યાસ તથા રમત ગમત માટે ચોક્કસ કાયદા કર્યા હતા અને સહેજ પણ બેદરકારી માટે હમેશ શિક્ષા થતી. નિયમસર અને વ્યવસ્થિત રીતે કાર્ય કરવાની ટેવ ફ્લૉરેન્સને આ પ્રમાણે બાળપણથી જ પડી હતી. અને તેથીજ ક્રાઇમીઆની લઢાઈ વખતે સ્કયુટેરાઈની હોસ્પીટલનું પ્રથમથી મંડાણ માંડીને ચલાવવાનું વિકટ કામ તે હીંમતથી અને સહેલાઈથી કરી શકયાં હતાં.

બુદ્ધિની કેળવણીના અનેક વિષયમાં તેમજ જુદી જુદી ભાષાઓ