પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
પ્રકરણ ૩ જું.


આજ કાલ યુરોપમાં અનેક કુળવાન્ સ્ત્રીઓ નર્સ થાય છે, તેથી અસલના વખતમાં એ બાબત માટે કેટલો વિરૂદ્ધ મત હતો તેનો ખ્યાલ ત્યાંની પ્રજાને આવી શકે નહિ; પરંતુ આપણા લોકેાના વિચાર હજી એટલા આગળ વધેલા નથી તેથી આપણે તે સમજી શકીશું. કેાઈ સારા કુટુંબની હિંદુ કન્યા જન્મપર્યંત કુંવારી તો રહેજ નહિ, પણ કેાઈ વિધવા પણ પરોપકાર કરવામાં જ પોતાનું જીવન ગાળે, માંદા મનુષ્યની યોગ્ય સારવાર કરીને તેમનાં દુઃખમાં ઘટાડો કરવાને નર્સનો ધંધો કરે, આ સર્વ ખ્યાલ આપણા લેાકેાને અરૂચિકર લાગશે. એ વાત તો બને જ કેમ, એથી તો સ્ત્રીની મર્યાદા એાછી થઈ જાય વગેરે અનેક ચર્ચા થાય.

ફ્લૉરેન્સ નાઇટીંગેલના વખતમાં તેમના દેશની પણ એ જ સ્થિતિ હતી. છતાં તે બાબતમાં આ સ્ત્રી અગ્રેસર થઈ ભવિષ્ય માટે તેણે સંપૂર્ણ વિચાર કર્યો નહોતો, પરંતુ એટલું તો તેમને માલમ પડયું હતું કે યોગ્ય શિક્ષણ વગર કાંઈ પણ કાર્ય સંપૂર્ણ થાય નહિ. તેનો તો એજ અભિપ્રાય હતો કે 'ગમે તે ધંધો કરવાને હોય તો તેનું પરિપૂર્ણ શિક્ષણ લેવું જોઈએ. તે સિવાય કાર્ય થાય નહિ. પુરૂષો જેમ પોતાના ઉદ્યમને વળગી રહે છે તે જ પ્રમાણે સ્ત્રીઓએ પણ કરવું જેઈએ; કારણ કે અ- પૂર્ણ કાર્યથી ઈશ્વર પ્રસન્ન થતો નથી. સ્ત્રીઓ કાંઈપણ ઉદ્યમમાં ફત્તેહમંદ થતી નથી તેનું કારણ એ જ છે કે પુરૂષની માફક તેમને શિક્ષણ મળતું નથી.

આવા દૃઢ નિશ્ચયથી મિસ નાઇટીંગેલે પોતાનું કાર્ય શરૂ કર્યું હતું. બીજાને જે શિખામણ આપતી તે જ પ્રમાણે પોતે વર્તાવાનો પ્રયત્ન ક- રતી, અને તેથી જ તેણે આટલું શ્રેષ્ઠ પદ મેળવ્યું હતું. પિતાની સાથે અનાથ લોકોની મુલાકાતે તે જતી હતી. ત્યારથી તેને લાગ્યું હતું કે,