પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
પ્રકરણ ૩ જું.

ભક્તિ અને નીતિમય જીવનની ઘણી જ અગત્ય ત્યાં આવી સ્ત્રીઓને લીધે ઘણો બગાડ થતો. કદાપિ કોઈ ધર્મગુરૂ આવીને ચાર શબ્દ બોલીને ધર્મ અને નીતિને સદ્દબોધ આપી જાય, પરંતુ તેથી કાંઈ તે સ્ત્રીનર્સો ઉપર અસર થતી નહિ; નર્સ થઈ એટલે વ્યસની તો હોવી જ જોઇએ, એવી લોકવાયકા સામાન્ય થઈ ગઈ હતી, અને તેમની અસ્વચ્છ રીત ભાતથી ઉલટી રેાગમાં વૃદ્ધિ થતી હતી. નર્સના ધંધા ને એટલો બદલામ કરી નાંખેલો હતો કે કોઈ સારા કુળની સ્ત્રી એમાં દાખલ થવાની હીંમત કરી શકતી નહિ; અને જો કદાપિ હીંમત ધરીને કેાઈ દાખલ થાય તો તે પોતાની આબરૂ ખોતી. ફ્રાન્સ, જર્મની અને કોઈલીમાં ફલોરેન્સને માલુમ પડયું કે તે દરેક ઠેકાણે નર્સ સુશિક્ષિત, કેળવાએલી અને ભક્તિમાન્ હતી. તેઓ 'સિસ્ટર્સ ઑફ મર્સી' (પરોપકારી બહેનો) કહેવાતી હતી.

કેટલાક સૈકાથી રોમન કૅથલીક પંથમાં કેટલીક સન્યાસિનીઓને ગરીબ માંદાની તેમના ઘરોમાં જઈને માવજત કરવાનું શિક્ષણ આપવામાં આવતું અને હૉસ્પીટલોમાં પણ તેવી જ નર્સોને રાખવામાં આવતી. આમાંની ઘણીખરી સ્ત્રીઓ સારા કુળની અને કેળવાએલી હતી, અને તેઓ માત્ર પોતાના આત્માના અને ધર્મના ઉત્કર્ષ માટે જ દાખલ થએલી હતી.

આ સિસ્ટર્સ ઍાફ મર્સીનું કામ ફ્લૉરેન્સ નાઈટીંગેલને ઘણુંજ પ્રશંસાપાત્ર લાગ્યું. ઘણાંએક શહેરોની મુલાકાત લીધા પછી જર્મનીમાં કૈસરવર્થમાં સ્થપાએલા આશ્રમમાં શિક્ષણ લેવાનો તેમણે નિશ્ચય કર્યો; કારણ કે ત્યાંની સર્વ વ્યવસ્થા તેમને ઉત્તમ પ્રકારની લાગી.