પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

અને અજ્ઞાન છે. અહીં ખોરાક ઘણો જ હલકી જાતને મળે છે. સ્વચ્છતા સિવાય બીજા કાંઈ શોખ ભેાગવવાના મળતા નથી."

આ કુળવાન્, ધનવાન અને જુવાન ઇંગ્લીશ સ્ત્રી (ફ્લૉરેન્સ) જ્યારે બિચારી ગરીબ અજ્ઞાન ગામડીએણો સાથે અભ્યાસ કરવાને દાખલ થઈ તે વખતે ભલી સ્ત્રીએાને કેટલી નવાઈ લાગી હશે અને હર્ષ થયો હશે તેના ખ્યાલ જ કરવો યોગ્ય છે. આવી સુકોમળ સ્ત્રી પોતાના નાજુકડા હાથથી એક હૉસ્પીટલમાં નર્સ તરીકે માત્ર પરોપકારની ખાતર કામ કરે એવો દાખલો ત્યાં સુધી બન્યો નહોતો.... પણ ફ્લૉ રેન્સને તો તરત ત્યાં ગોઠી ગયું અને ત્યાંની વધારે અનુભવ મેળવેલી નર્સો પાસે આતુરતાથી એ તે શીખવા મંડી ગયાં. રાતનું અને દિવસ નું બન્ને વખતનું તેમણે શિક્ષણ લેવા માંડયું, અને દરેક પ્રકારનું કામ શીખવા માંડ્યું. ત્યાંની નર્સોની માફક જ તેમણે પોષાક પણ પહે- રવા માંડ્યો, કાંઇ પણ વિકટ કેસ તપાસાતો હોય તો ફ્લૉરેન્સ તો ત્યાં હાજર હોય જ.

આ વખતે ફ્લૉરેન્સ જુવાનીના પૂર્ણ જુસ્સામાં હતી. તેનું કદ ઊંચું, પાતળું અને લાવણ્યતાવાળું હતું, તેના કેશ લાંબા અને ચળકતા હતા. તેનાં નેત્ર ઘણાં જ ચંચળ હતાં, અને મોં ઉપર દૃઢતા તેમજ રમુજી સ્વભાવનાં ચિન્હ માલુમ પડતાં હતાં. ત્યાંની નર્સોની સાથે તે તેમની જ ભાષામાં વાત કરી શકતી હતી અને વાતચિતમાં સહુને અાનંદ અા૫તી.

આસપાસની સ્થિતિને સાનુકૂળ થઈ જવામાં તે ઘણી જ કુશળ હતી. જો કે પોતાના પિતાના ઘરમાં અનેક તરેહનાં સુખ તથા સગવડ ભોગવેલાં છતાં કેસરવર્થના સાદો ખોરાક અને સાદી રીતભાત પ્રમાણે રહેતાં તેમને કાંઇ જ અગવડ લાગી નહિ. આવા સાલસ અને રનેહાળ