પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭
પ્રકરણ ૪ થું.

સ્વભાવને લીધે ત્યાં શીખેલી નર્સો તેને સ્નેહની લાગણીથી યાદ કરે તેમાં કાંઈ નવાઈ જેવું નથી.

લિવરપુલની સિસ્ટર ઍંગ્નીસ જોન્સ કરીને એક નર્સ હતી તે ઈ. સ. ૧૮૬૦ માં કૈસરવર્થ ગઈ હતી. તે વખતે એ લખે છે કેઃ–

“અહીંની નર્સો મિસ નાઇટીંગેલ માટે હજુ સુધી ઘણા જ પ્રેમની લાગણી ધરાવે છે. જો કે એ અહીં ઘણા થોડા મહિના રહી ગયાં હતાં, છતાં સર્વ તેમને ફરીથી જોવાની ઈચ્છા કરે છે. મેં તેમને માટે ઘણી પૂછપરછ કરી; એમનો સ્વભાવ ઘણો જ માયાળુ અને હૃદય ઘણું જ કોમળ હોવું જોઈએ, તેમજ તે ધર્મનિષ્ઠ હોવાં જોઈએ. અહીંના ઘણા માંદા લોકો તેમના આપેલો ઉપદેશ યાદ કરે છે તેમજ ઈશ્વર ભક્તિને માર્ગ બતાવ્યાથી ઘણા લોકો સુખશાંતિથી મૃત્યુને આધીન થયા છે."

ફ્લૉરેન્સનો મુખ્ય ઉદ્દેશ ત્યાંની નર્સ થવાનો જ હતો, છતાં ત્યાં ગયા પછી અનાથ લેાકેાને મદદ કરવાની પાસ્ટર ફ્લીડનરની જે જે સંસ્થાઓ હતી તે સર્વમાં ઘણી જ હોંસથી ભાગ લેતા.

જ્યારે ફ્લૉરેન્સ કૈસરવર્થ આશ્રમમાં શીખતાં હતાં ત્યારે તેમના મિત્ર મિ. સિડની હર્બર્ટ તે આશ્રમ જોવા ગયાં હતાં.

કૈસરવર્થમાંથી જ્યારે ફ્લૉરેન્સ નાઇટીંગેલે શિક્ષણ પૂરું કરીને પોતાને ઘેર જવાની તૈયારી કરી ત્યારે ત્યાંના આશ્રમમાં રહેનારને સૌને ઘણો જ ખેદ થયો હતો, દરેક નર્સને સલામ કર્યા બાદ તેમણે પાસ્ટર ફ્લીડનર પાસે આશીર્વાદ માગ્યો. તેમના માથા ઉપર આ ધર્માત્માએ પોતાનો હાથ મૂકયો, અને દૃષ્ટિ આકાશ તરફ રાખીને પરમેશ્વરની પ્રાર્થના કરવા લાગ્યા, અને કહ્યું કે, “આ આશ્રમમાં શિક્ષણ લીધાનું સુ પરિણામ થાય અને સદા પરેપકાર કરવામાં જ તારું જીવન જાય એટલી જ મારી ઈચ્છા છે. ઈશ્વર તારૂં રક્ષણ કરે અને મૃત્યુ પર્યંત તને