પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯
પ્રકરણ ૪ થું.

ખીલવવાને જેટલી સ્વતંત્રતા મળે છે તેટલી બીજે કાંઈ મળતી નથી. વાતચિત કરવામાં પણ તેને પૂર્ણ છૂટ મળે છે. બુદ્ધિમાન સ્ત્રીના સર્વ માન આપે છે. કેાઈ તિરસ્કાર બતાવતું નથી. સ્ત્રીઓએ હાલના જમાનામાં પોતાની બુદ્ધિ શક્તિમાં તો હદપાર વધારો કર્યો છે, પરંતુ તેની સાથે પોતાના જ્ઞાનનો વ્યવહારમાં શી રીતે ઉપયોગ કરવો તે તેઓ શીખ્યાં નથી. આજની સ્ત્રીઓ કરતાં મને લાગે છે કે ગયા સૈકાની સ્ત્રીઓ વધારે સુખી હતી, કારણ કે તેમનું શિક્ષણ અને વર્તણુંક બન્ને સરખાંજ હતાં. આજની સ્ત્રીઓની ઈચ્છાઓ તો મોટી મોટી હોય છે, પરંતુ ઘણી બાબતો વ્યવહારમાં શી રીતે મૂકવી, તે આવડતું નથી. અસલના વખતમાં તો જેટલી ઈચ્છા રાખતી તેટલું તો તેમને આવડતું જ."

વ્યવહારિક બંધનમાં પડેલી પરણેલી સ્ત્રી કરતાં કુમારિકાની સ્થિતિ વધારે પ્રશંસાને પાત્ર છે એવો મત્ત તે વખતમાં પ્રચલિત હતો, પરંતુ મિસ નાઇટીંગેલ એ મત કબુલ કરતાં નહિ. એક પ્રસંગે એ લખે છે કે "આજકાલ કુમારિકાઓનાં વખાણ થાય છે; લેકે કહે છે કે પરણેલી બીવી માફક જ કુંવારી સ્ત્રી જો ધારે તે સુખી થઈ શકે, પરંતુ કહેનાર એટલે વિચાર નથી કરતાં કે દરેક વસ્તુ જો યથાર્થ રીતે વાપરતાં આવડતી હોય તે જ તેને ઉપયોગમાં લેવાય, માછલીને જો આવડતું હોય તો જેવી રીતે પાણીમાં રહી શકે છે તેવીજ રીતે હવામાં રહી શકે. કુંવારૂં જીવન કેવી રીતે ગાળવું તે અમને બતાવો તો અમે કબુલ છીએ. હજી સુધી તો કેાઈએ ખરો માર્ગ બતાવ્યો નથી. અમને હાલની સ્થિતિ જોતાં તે કબુલ કરવું પડે છે કે કુંવારી જીંદગીમાં કાંઈ જ સુખ નથી, પ્રેમ વિનાનું, કાંઈપણ ઉદ્દેશ વગરનું જીવન તો કંટાળા ભરેલું જ લાગે. પરંતુ હાલના સમયમાં પુરૂષની અને સ્ત્રીની વસ્તી સરખાવી જોતાં માલુમ પડે છે કે સ્ત્રીની સંખ્યા વધારે છે, અને તેથી ઘણી સ્ત્રીઓને કુંવારી રહ્યા