પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૩૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.


પ્રકરણ ૫ મું.


કૈસરવર્થમાંથી નીકળ્યા પછી થોડાક વખત ફ્લૉરેન્સ પૅરીસના "સીસ્ટર્સ ઑફ સેંટ વીન્સેંટ ડી પૉલ" ના મઠમાં રહ્યાં. તેમને ધર્મની બાબતમાં ખોટું મતાંધપણું નહોતું અને તેથી જ આ રોમન કેથલીક મઠની વ્યવસ્થાને નિષ્પક્ષપાતપણે તે વખાણતાં. આ સિસ્ટર્સ ખરેજ પરોપકારી બહેનો હતી. તેમની સ્થાપેલી હોસ્પીટલો અને નિશાળો જગપ્રસિદ્ધ હતી. કૈસરવર્થના આશ્રમ કરતાં એ ઘણા જુના વખતથી સ્થપાએલો આશ્રમ હતો અને સર્વ વ્યવસ્થા પણ તેજ કારણને લીધે વધારે ચઢિઆતી હતી.

પૅરીસમાં પણ મિસ નાઇટીંગેલને દવાખાનામાં 'સર્જરી'(શસ્ત્ર વિદ્યા)નો અભ્યાસ કરવાનો પ્રસંગ મળ્યો. ત્યાંની સિસ્ટર્સની સાથે તેમણે અનાથ લોકેાનાં ઘરની મુલાકાત લીધી અને યોગ્ય રીતે દાન કરવાના સર્વ પ્રયોગ ઘણી ઝીણવટથી તેમણે જોયા અને સર્વની નોંધ લઈ લીધી. આ મુસાફરી કરતાં કરતાં તે સખત માંદગીને વશ થયાં અને તેથી તે સિસ્ટર્સની સારવાર કરવાની કુશળતા અને કાળજીનો તેમને પ્રત્યક્ષ અનુભવ મળ્યો.

મુસાફરી કરી શકાય એટલી શક્તિ જ્યારે તેમનામાં આવી ત્યારે તે પોતાને ઘેર પાછાં આવ્યાં અને ઍમ્બ્લી પાર્ક તથા લીહર્સ્ટની ખુલ્લી હવામાં રહીને પોતાની તબીયત સુધારી દીધી. ત્યાં રહીને પણ આસપાસના લોકોને ઘેર જઇને દાન વગેરેનાં પરોપકારનાં કાર્ય તો એ કર્યા જ કરતાં હતાં, નર્સીંગમાં તેમની કુશળતા જોઈને ગામડીઆ લોકો તો છક