પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

પ્રસંગ મળ્યો તથા કોઈ પણ મેાટી સંસ્થાની વ્યવસ્થા કેવી રીતે રાખવી જોઇએ તેનો પણ અનુભવ મળ્યો. અવ્યવસ્થા તથા પૈસાની તંગીને લીધે આ આશ્રમ તુટી જવા જેવો થઈ ગયો હતો, તે વખતે ફ્લૉરેન્સે કુશળતા વાપરીને પાછો ઠેકાણે આણ્યો. પોતાના મિત્રો પાસેથી પૈસા ઉઘરાવ્યા, અને લોકેાને તેનો ખરો ઉદ્દેશ શો છે તેનો બોધ કર્યો અને અત્યંત માથાકુટ કરીને તેને અસલની સ્થિતિએ આણ્યો.

અા અાશ્રમની મુલાકાતે એક સ્ત્રી આવી હતી. તે લખે છે કે- "મિસ નાઇટીંગેલ એકી વખતે અનેક કામ કરતાં માલુમ પડે છે. માંદાએાને દવા આપવી, દરેક દર્દીઓને માટે નર્સનો બંદોબસ્ત કરવો, હિસાબ કિતાબ રાખવો એ સર્વ સાથે કરે છે."

મિસ નાઇટીંગેલ લોકેાને મળવા હળવા ઝાઝું જતાં નહિ અને પોતાના અંગત મિત્રા શિવાય ઘરમાં પણ કેાઈ સાથે મળતાં નહિ.

તેમની અથાગ મહેનતને લીધે આશ્રમની વ્યવસ્થા સુધરી અને તે ઉપરાંત તેમને ત્યાં રહીને જે અનુભવ મળ્યો તે તેમને આગળ જતાં બહુ ઉપયોગમાં આવ્યો. દર્દીના મોં આગળ શાંત આનંદી પ્રકૃતિ રાખવી, ધીરજ રાખવી, એ સર્વ તે અહીં જ શીખ્યાં. તેમની સ્વાભાવિક પ્રકૃતિ ઘણી જ સુશીલ અને માયાળુ હતી, એટલે તેમને પોતાનું કાર્ય બહુ કઠણ લાગ્યું નહિ, પરંતુ તેમની નાજુક તબીયતને લીધે તેમનાથી તનની મહેનત ઘણો વખત થઈ શકી નહિ તેથી ત્યાંથી જવાની તેમને જરૂર પડી.

તબીયત સુધારવાને ઍમ્બ્લીપાર્ક અને લીહર્સ્ટમાં પાછા તેમને રહેવું પડ્યું. થોડા મહિનાના આરામ પછી તેમણે જે જે મહાન કાર્ય કરીને પોતાની ખ્યાતિ આખા જગત્ માં ફેલાવી તેને માટે તેમને તૈયારી કરવી પડી