પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
પ્રકરણ ૬ ઠ્ઠું.

દુઃખનું નિવારણ કરે છે. આપણે શું ફ્રેન્ચ લોકો કરતાં સ્વાર્થત્યાગમાં અને કર્તવ્યપરાયણતામાં ઉતરતા રહીશું !" રણસંગ્રામમાં ગયેલા સૈનિકેાની સ્ત્રીઓ લશ્કરી છાવણીમાંથી આ અથાગ પીડાના સમાચાર મોકલતી હતી. તેઓ તેમનાથી બને તે ઉપાય કરતી હતી. પણ કામ એટલું વિકટ થઈ પડયું હતું કે, કોઈનું કાંઈ ઉ૫જી શકતું નહિ. એક સ્ત્રી લખે છે-" છાવણીમાં ઠેર ઠેર માંદા અને ધાયલ થયેલા માણસો પડયા છે. મારા એારડાનાં મોં આગળ કેટલા તો પડયા છે, મારાથી બનતા ઉપાય તો હું કરું છું ઘાયલ થયેલાઓને માટે હું રસોઈ તૈયાર કરી આપું છું: મારી પાસે એક સ્ત્રી નર્સ નથી, પણ મને લાગે છે કે હોય તો ધણું સારૂં. ફ્રેન્ચ લોકો તરફથી પચાસ નર્સ કામ કરે છે." ઈંગ્લંડ તરફથી સ્ત્રી નર્સો નહોતી મેાકલી તેનું કારણ લશ્કરના વડા અધિકારી તરફથી એવું આપવામાં આવ્યું કે, " લશ્કરના ઓફીસર વર્ગને એ વાત બહુ પસંદ પડતી નથી. પહેલાની લઢાઈએ વખત સ્ત્રી નર્સો મેાકલવામાં આવી હતી. પણ તે પ્રયાગ સફળ થયો નહોતો. કારણ કે ઘણા હલકા વર્ગની સ્ત્રીઓ નર્સ તરીકે ગઇ હતી, તેઓ એટલી દુર્વ્યસની અને દુરાચારી હતી કે માંદા સિપાઈઓ કરતાં તેમની સંભાળ લેવાનું કામ ધણું કઠણ થઈ પડતું. આજની લઢાઈ વખતે પણ નર્સોનો બંદોબસ્ત કરવા માંડ્યો; પણ સર્વ નર્સની જુમેદારી રાખનાર કેાઈ ગૃહસ્થની સ્ત્રી જોઈએ તે મળવી મુશ્કેલ છે. છેવટ મિસ્ટર સિડની હર્બટે મિસ નાઇટીંગેલનું નામ સૂચવ્યું, અને આ ભલી નારીએ તરત તે કામ ઉઠાવી લેવાની હા પાડી,"ઈંગ્લંડ તરફથી નર્સો નહોતી મોકલાઈ તેનું ખરૂં કારણ તો આજ હતું. ઈસ્પીતાળોમાં જે નર્સો કામ કરતી હતી તે બીલકુલ આબરૂદાર સ્ત્રીઓ નહેાતી; તેઓ તદ્દન અભણ હતી અને પોતાના કામની પણ તેમને કાંઈ આવડ નહેાતી.

કેટલીએક આબરૂદાર સ્ત્રીએ લશ્કરમાં નર્સ તરીકે જવાને ખુશી