પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.


પ્રકરણ ૭ મું.

એક અઠવાડિયાની અંદર મિસ નાઇટીંગેલે બધો બંદોબસ્ત કરી દીધો અને પોતાની સાથે લઈ જવાને નર્સો તૈયાર કરી. ખાલી વાત કરીને વખત કહાડવાને તેનો સ્વભાવ નહોતો પણ પોતાનું કામ પાર પાડવાનો જ માત્ર ઉદ્દેશ હતો; તે ઉપરાંત તેમના એક કહેણથી કેટલીક સ્ત્રીઓ જવાને તૈયાર થઈ. સરકાર તરફથી રીતસર લખાણ આવ્યું કે મિત્ર નાઇટીંગેલને આ દેશમાંની બીજી સર્વ સ્ત્રીએ કરતાં ઈસ્પીતાળના વહીવટને ઘણો અનુભવ છે. અને તેથી તેમણે સૈનિકોની સારવાર કરવાને નર્સોની યોજના કરવાનું મહાન કાર્ય માથે લીધું છે. અને તેથી સરકાર તરફથી તેમની સ્કયુટેરાઈમાં નર્સોનાં ઉપરી તરીકે નીમણુંક કરવામાં આવી છે. મિસ નાઇટીંગેલનું નામ અત્યાર સુધી લોકોની જાણમાં નહોતું તે ઘેરઘેર ને આંગણે આંગણે ગવાવા માંડયું. વર્તમાનપત્રો એમના હેવાલથી ભરાયેલાં નીકળવા માંડ્યાં. તે સમયે સ્ત્રીઓને આટલી છૂટ નહોતી તેથી લોકોને બહુ અજાયબી લાગવા માંડી. એક વર્તમાન પત્રવાળાએ નીચે પ્રમાણે તેમનો હેવાલ આપ્યો હતો. મિસ નાઇટીંગેલ એક ઘણી જ સુજ્ઞ, સુશિક્ષિત, સુકુળ યુવતી છે. પ્રાચીન ભાષાઓ, ગણિત શાસ્ત્ર, સાયન્સ અને સાહિત્યમાં નિપુણ છે. તેમનું જ્ઞાન અથાગ છે. ફ્રેન્ચ, જર્મન, ઈટેલીઅન સર્વ ભાષાઓ સ્વભાષાની માફક જ બોલી શકે છે. યુરોપના બધા દેશામાં તે ફરેલાં છે, અને બધા લોકોના રીતરીવાજોથી તે વાકેફગાર છે. તેમનામાં જેટલી બુદ્ધિની કુશળતા છે તેટલી જ શરીરની લાવણ્યતા છે.

તેમના સંસર્ગમાં જે આવે છે તેને એમનો સુશીલ સ્વભાવ સહજ માલૂમ પડે છે. સર્વ સ્થિતિના લોકો સાથે તેમને મિત્રાચારી છે, તે પોતે તો પોતાના ઘરના સગાં સંબંધીઓની સાથે રહેવામાં અને માતા પિતાની અાજ્ઞા પ્રમાણે ચાલવામાં જ સુખ માણે છે,