પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩
પ્રકરણ ૭ મું.

આટલી વિદ્વાન સ્ત્રી થઈને માતા પિતાની આજ્ઞાંકિત થઈને રહેતાં એટલાથી એમને માટે લોકોને બહુ સંતોષ થયો. તેમનામાં કાંઈ એક અપૂર્વ ખુબી હતી. એમના ચહેરા ઉપરથી જ એમ લાગતું કે ઈશ્વરે એમને કાંઈ મહાન કર્તવ્ય બજાવવાને માટે જન્મ આપ્યો છે. “તેમનામાં બુદ્ધિચાતુર્યની સાથે ઘણી જ સાદાઈ, મધુરતા, સ્નેહ અને દયા છે, તેમની વર્તણુંક ઘણી જ આકર્ષક છે, સર્વ રીતે સંપૂર્ણ સ્ત્રીત્વ તેમનામાં છે. તેમનું કદ ઉંચું અને પાતળું છે. તેમને ચહેરો ખુબસુરત છે, પણ આ સર્વ બાહ્ય શોભા કરતાં તેમના અંતઃકરણની શોભા કાંઈ ખરેખર અવર્ણનિય છે. એમના મોં ઉપર હમેંશ મધુર સ્મિત પ્રકાશે છે.”

સુજ્ઞ લોકો તેમના મહાન કાર્યની પ્રશંસા કરવા લાગ્યા; ત્યારે કેટલાક અદેખા અને અજ્ઞાન લોકો તેમની મશ્કરી કરવા લાગ્યા. એવા લેકે કહેવા લાગ્યા કે આબરૂદાર સ્ત્રીએાથી તે વળી લશ્કરી સિપાઈએની માવજત કરાતી હશે ! વળી કોઈ કહે કે ઘરનાં છોકરાંની જે સ્ત્રીઓ સંભાળ નથી લઈ શકતી તે પારકાંની તે શી સંભાળ લેશે ? વળી કેાઈ કહે કે સ્કૂયુટેરાઈની ઈસ્પીતાળમાં કામ કરવાનું એટલું સખત છે કે કેાઈ પણ સ્ત્રીથી તે થઈ શકે જ નહિ, અને તેથી સ્ત્રી નર્સોની યોજના જરૂર ભાંગી પડવાની, એક મહિના પછી બધી નર્સોં માંદી થઈને ઘેર પાછી આવેલી જોશો.

સ્ત્રી રાખવાનો પ્રયાસ એટલો નવીન હતો અને ઇંગ્લીશ લોકોના રીત રીવાજ અને રૂઢિથી એટલો વિરૂદ્ધ હતો કે આ વાત ચર્ચાએ ચઢશે એ તો સર્વ જાણતાં ૫ણ ફ્લૉરેન્સ નાઈટીંગેલની કર્તવ્ય બુદ્ધિ એટલી તીક્ષણ હતી કે લોક નિંદાથી તે એવે પ્રસંગે જરા ડર્યા નહિ. તેમણે હીંમત કરીને હામ ભીડી અને લોકોના સંશય દૂર કરીને તેમની ખોટી જીદની અવગણના કરીને સદાને માટે ઉત્તમ દૃષ્ટાંત બેસાડયું લોકોની એટલી એટલી ચર્ચા છતાં તેમણે નર્સની એક ટુકડી ઉભી કરવા માંડી. આ કાર્યમાં તેમને મિ. સિડની હર્બર્ટ અને તેમનાં પત્નીની ઘણી જ મદદ હતી.