પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫
પ્રકરણ ૭ મું.

રીતે લશ્કરી નર્સને તેનાં ઉપરીની આજ્ઞા માનવી આવશ્યક છે. ધીમે ધીમે સર્વ પ્રૉટેસ્ટંટ મઠવાળા કબુલ થયા. રોમન કૅથલીક પંથવાળાને તો સર્વ કરાર પ્રથમથી જ કબુલ હતા અને તે પ્રમાણે મિસ નાઇટીંગેલને સંપૂર્ણ રીતે તાબે રહેવાની દર્દીઓની સાથે ધર્મની તકરારમાં ના ઉતરવાની કબુલાતની સહીઓ પણ તેમણે કરી આપી હતી, તેઓએ અંદરખાનેથી એવો બંદોબસ્ત કરી લીધો હતો કે રોમન કૅથલીક નર્સોં તે જ પંથના સિપાઈઓની સારવાર કરે અને પ્રોટેસ્ટંટ નર્સો તેમના પંથના સૈનિકાની કરે. મિ. સિડની હર્બર્ટે પાછળથી લોકોની લાગણી શમાવવા ખાતર કહ્યું કે આ પ્રસંગે રોમન કૅથલીક ધર્મગુરૂને ધન્યવાદ ઘટે છે; કારણ કે તેમણે તેમના ધર્મના સર્વ પ્રતિબંધ છેડી દઈને પોતાનું ઉપરીપણું કહાડી નાખ્યું હતું. આપણે આ વખત ધનોમને ભેદ જોવાનો નથી. એટલો જ સંતોષ માનવાનો છે કે ધર્મપંથ જુદા છતાં સર્વ ઇંગ્લીશ બહેનો દેશના હિતને ખાતર એકત્ર થઈને સંપથી ગઈ છે. આડત્રીસ નર્સો ખરા પરોપકારના કામ માટે ઈશ્વરને પ્રસન્ન કરવા ખાતર ભર સમુદ્રમાં ગઇ છે, એ કાંઈ જુજ વાત નથી. ઈશ્વર આવી પરેપકાર બુદ્ધિ સર્વને સુઝાડો.”

ઈ. સ. ૧૮૫૪ ના ઓકટોબર મહિનાની ૨૧ મી તારીખની સાંજે આ સર્વ આડત્રીસ નર્સો અને મિસ નાઈટીંગેલના મિત્ર મિ. બ્રેસબ્રીજ અને તેમનાં ધર્મપત્ની એ સર્વ સ્ક્યુટેરાઈ ખાતે વિદાય થયાં.

લોકોમાં દેખાડો કરાવવાની વાત તો મિસ નાઇટીંગેલને હંમેંશ નાપસંદ જ પડતી, અને તેથીજ તેમની ટુકડી રાતને પહોર નીકળી.

સગાં, સંબંધી, ઘરબાર છોડીને આ મહાન કાર્ય કરવાને જ્યારે ફ્લૉરેન્સ નાઇટીગેલ સાથે નીકળ્યાં ત્યારે રાતનો વખત હોવાથી તેમને વિદાય કરવાને સ્ટેશન ઉપર તે ચાર અંગનાં સગાં અને થેાડા મિત્ર જ આવ્યાં હતાં. તેમનો તે વખતને પોષાક ધણો જ સાદો કાળા રંગને હતો, છતાં અસરકારક હતો, આગગાડી ઉપડવાની છેલ્લી ક્ષણ સુધી તેમનો ચહેરો તદ્દન શાંત જ