પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.


પ્રકરણ ૮ મું.


સરકાર તરફથી મિસ નાઇટીંગેલની નિમણુંક નર્સોનાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે થઈ હતી, પણ પાછળથી તે લેડી-ઈન-ચીફ (મુખ્ય બાઈ સાહેબ) ને નામે એાળખાતાં.

લશ્કરી છાવણીમાં આઠેક ઈસ્પીતાળો હતી, તે બધાંની નર્સનો વહીવટ એમના હસ્તક સોંપેલો હતો; પરંતુ પહેલવહેલાં તેમણે સ્ક્યુટેરાઇની બૅરૅક હોસ્પીટલમાંથી કામ શરૂ કર્યું. આ ઈસ્પીતાળનું રમણીય મકાન બૉસ્ફરસની સામુદ્રધુનીને કાંઠે આવેલું હતું અને તેના ઉપરથી કૉન્સ્ટેન્ટીનોપલ શહેર, તેનાં સુંદર મકાનો, મિનારા સર્વ નજરે પડતું હતું. સ્કયુટેરાઈ પહોંચતાં તો આસપાસના દેખાવથી મિસ નાઇટીંગેલને ઘણો હર્ષ થયો. ઈસ્પીતાળનું મકાન ધણું વિશાળ અને શોભિતું હતું. વચલા દીવાન ખાનામાં લગભગ ૧૨૦૦૦ માણસે ઉભાં રહી શકે એટલી જગ્યા હતી. ચારે તરફ મોટા મોટા ઝરૂખા અને ઓટલા હતા. મકાન અને મકાનની જગ્યા તો ઘણી સારી હતી, પણ મિસ નાઇટીંગેલ જેવાં અંદર ગયાં કે તરત તેમને માલુમ પડયું કે શોભા તો ફકત બહારની જ હતી, અંદર તો બેશુમાર ગંદકી, મરકી, દુ:ખ અને અસ્તવ્યસ્તતા હતી. ઓશરીની બન્ને બાજુએ સંખ્યાબંધ ઘાયલ થયેલા માણસો ઘીચોઘીચ પડેલા હતા ને તેમનાં દીલ ઢંકાય તેટલાં પણ વસ્ત્રો પૂરાં તેમની પાસે નહોતાં.

ક્રાઈમીઆના રણક્ષેત્રમાંથી ઘાયલ થએલા માણસોને આ ઇસ્પીતાલમાં ઘસડી આણીને એાશરી ઉપર ફેંકવામાં આવતા હતા, ચેપી રોગવાળા સિપાઈઓને પણ ત્યાં જ નાંખતાં કાંઈ પણ ભેદ પાડવામાં આવ્યો નહોતો, કારણ કે બંદોબસ્ત રાખનાર કોઈ જ નહોતું. એમાં પડેલા દર્દીઓ કેટલા દિવસથી આવીને ત્યાં પડેલા હતા પરંતુ તેમાંના ઘણાકના