પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

એક તો બિચારા ઘીચોઘીચ પડી રહેવાથી બફાઈ જતા હતા. તે ઉપરાંત બહાર જમીન ઉપર જે પડયા હતા તેમને કીડાએા પીંખી ખાતા હતા, અને તેમના અંગ ઉપર ઉંદરો દોડાદોડ કરતા હતા. ઈસ્પીતાળની આસપાસ રોગનું ભડ હતું. બારીઓની નીચ છ સાત સડેલાં ગંધાતાં કૂતરાં મરેલાં મિસ નાઇટીંગેલની નજરે પડયાં. આ ઉપરાંત આટલા આટલા રોગ અને મંદવાડના અખાડામાં ધોવા ધાવાનું કાંઈ બરોબર સાધન નહોતું, રસોઈનાં સાધનો પણ નહોતાં અને દરદીઓને માટે રસોઈઆ પણ સારા કેાઈ નહોતા. કાંઈ જરા પણ આરોગ્યતા સાચવવાનો કેાઈને ખ્યાલ પણ નહોતા. આ સર્વ અખાડો મિ. નાઇટીંગેલ અને તેમની નર્સોને હાથે સ્વચ્છ કરવો પડયો હતો. આ સ્ત્રી નર્સોની ટુકડી આવવાથી દાકતરો અને હોસ્પીટલના બધા માણુસો પ્રથમ તો બહુ જ નાખુશ થયા હતા. તેમને એમ લાગ્યું કે આ લેાકેા આવીને તેમના અથાગ કામમાં ધટાડો કરવાને બદલે માત્ર ઉમેરો જ કરશે.

કેટલાએકે એમ ધાર્યું કે આ નાજુક સ્ત્રીઓ ઉંદરો ને કીડા જોઇને ડરી જશે ને પોતાની મેળે નાસી જશે. સ્ત્રીઓ તે વળી કેટલુંક સહન કરે ને એમ માનવામાં આવતું કે ઉંદરોથી તો ઇંગ્લીશ સ્ત્રીઓ દોઢ ગાઉ ખસી જાય. પણ જ્યારે મિસ નાઇટીંગેલે પાતે પોતાની છત્રી વતી એક માણસની પથારી ઉપરથી ઉંદરને ખસેડી નાંખ્યો, ત્યારે બધાનો સંશય દૂર થયો, તંબુમાં નર્સોએ ખોરાક વગેરે સરસામાન તપાસીને ગોઠવ્યો. ત્યાં તો ઉંદરો દોડાદોડ કરી રહેલા હતા, અને કોટી ઉપાય કરે પણ જતા નહોતા.

મિસ નાઇટીંગેલને સ્કયુટેરાઈમાં પગ મૂકે પૂરા ચોવીશ કલાક તો થયા નહોતા એટલામાં ઈન્કરમેનની લડાઈમાંથી ધાયલ થયેલા માણસો થોકે થોક આવવા લાગ્યા, અને એક ઘડીની અંદર બંને ઈસ્પીતાળો (જનરલ ઈસ્પીતાળ, અને બૅરેક હૉસ્પીટલ)ના એારડા માણસોથી ચીકાર