પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
પ્રકરણ ૮ મું.

ભરાઈ ગયા. એક ઇંચ સરખી જગ્યા પણ ખાલી રહી નહિ. કેટલાક લોકોને તો બહાર કાદવમાં ને કાદવમાં જ ૫ડી રહેવું પડયું. મિસ નાઈટીંગેલને આવ્યા સમાન કાંઈ પણ સુધારો કરવાનો કે દરદીઓના સુખને માટે કાંઈ પણ વ્યવસ્થિત યોજના કરવાનો વિચાર કરવાનો પણ અવકાશ મળ્યો નહોતો. મિસ નાઇટીંગેલની પરીક્ષાનો ખરો પ્રસંગ આ જ હતેા. જો આ ખરી કસોટીની વખતે ને પોતે હીંમત હારી ગયાં હોત, અથવા પોતાના હાથ નીચેની નર્સોને પણ હીંમત આપી ના શક્યાં હોત તો નિશ્ચય તેમનો સર્વ પ્રયાસ નિષ્ફળ જાત. દરદીઓને માત્ર દવા દારૂ આપીને કે તેમનાં બિછાનાં સાફ કરીને બેસી રહેવાથી રોગ અને દુઃખનાં જડમૂળમાં કાંઈ ફેર પડત નહિ. આ વખતે તેમને તત્ક્ષણને વિચાર કરવાનો નહોતો, તેમની નજર દૂર દોડાવાની હતી, જો કે તે ક્ષણની જરૂરો થેાડે અંશે તો પૂરી પાડ્યા વગર ચાલે તેમ નહોતું, પરંતુ ભવિષ્યનો વિચાર કરીને નર્સીંગની વ્યવસ્થા સુધારીને એવા સારા પાયા ઉપર આણવાની જરૂર હતી કે ફરી આવો ગભરાટનો કે ગુંચવણનો પ્રસંગ આવે જ નહિ. આ પ્રસંગે તેમણે ખરી હીંમતથી સમયસૂચકતા વાપરીને સર્વ વ્યવસ્થા કરી તેથી જ તેમની આટલી નામના થઈ છે.

ક્રાઇમીઆની લડાઈ વખતે તેમની એટલી પ્રશંસા થતી સાંભળીને કેટલાંકને તો ઘણી અદેખાઈ આવતી. કોઈ એમ કહેતા કે જેટલી મહેનત અને સ્વાર્થત્યાગ મિસ નાઇટીંગેલે કર્યો, તેટલો જ તેમની સાથે ગયેલી સર્વે નર્સોએ કર્યો હતો. વળી કેટલીકે તો ત્યાં કામ કરવાને પોતાનો જીવ સુદ્ધાં આપ્યો હતો. ત્યારે માત્ર એકનાં જ વખાણ અને એકનાં જ ગીત ગવાય ને બીજાનું નામ સરખું પણ કોઈને કાને ના પડે તે તો અન્યાય કહેવાય, સર્વેએ ભૂખ, તરસ બધી અગવડ સરખી જ વેઠી. બેશક સ્કયુટેરાઈ ગએલી નર્સોમાંથી એકના પણ કામની તુલના કોઈ રીતે ઓછી