પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

કરી શકાય જ નહિ, પરંતુ દરેક બાબતમાં મૂળ યેાજના કરવામાં જે બુદ્ધિચાતુર્ય વાપરે છે તે જ માનને પાત્ર છે, કારણ બીજાએ તો આજ્ઞા પ્રમાણે જ, તેને ચીલે ચીલે જ ચાલવાનું છે.

આમાં જ મિસ નાઈટીંગેલની ખરી કુશળતા હતી. તે એક સાધારણ નર્સ તરીકે માત્ર દરદીની સારવાર કરવાને જ સ્ક્યુટેરાઈ સુધી આવ્યાં નહોતાં. તેમનામાં વ્યવસ્થા કરવાની અને બીજા ઉપર સત્તા વાપરવાની આવડત અને બુદ્ધિ હતી. ઈસ્પીતાળના અન્ય અધિકારી વર્ગમાં આથી અર્ધી પણ કુશળતા નહોતી. નાજુક, કુળવાન અને સુશીલ મિસ નાઇટીંગેલમાં એટલી તીવ્ર બુદ્ધિ હતી કે બીજા લોક તેમને આપોઆપ માન આપતા. જે લોકો તેમની ઘણી જ વિરૂદ્ધ હતા તે પણ એમના પરિચયમાં આવતાં પોતાની જીદ છોડી દેતા, અને તેમના મતનો વગર તકરારે સ્વીકાર કરતા.

ઇસ્પીતાળોમાં આટલું બધું અંધેર અને ગેરબંદોબસ્ત જોઈને તેમને ત્યાંના અધિકારી વર્ગ ઉપર ધણો ક્રોધ ચઢયો અને એકદમ સુધારા દાખલ કરવાની યોજના કરવા માંડી. સેંકડો લોકો માત્ર ભૂખને લીધે જ ઈસ્પીતાળમાં મરી જતા હતા અને ખેારાકના કોથળા ભરેલા છાવણીમાં આવીને પડેલા હતા, પણ ઉપરીની પરવાનગી આવી પહોંચી નહોતી, તેથી તે ખોલવાની કેાઈની હીંમત ચાલી નહિ. મિસ નાઈટીંગેલે કેાઈની સૂચના ઉપર લક્ષ આપ્યું જ નહિ અને બધો જુમો પોતાને માથે વ્હોરી લઈને સ્વ અખતીઆરથી જ ખોરાકના કોથળા ઉઘડાવ્યા અને સર્વને આ રીતે ખોરાકની ખોટ પૂરી પાડી અને એ પોતે તો કાયદો પળાવવામાં ધણાં સખત હતાં, તે શિવાય આટલી બધી અવ્યવસ્થાને ઠેકાણે કદી લાવી સકત જ નહિ, ૫રંતુ જે લોકોનું પોતાનું ભલું કરવાનું તેમનું કર્તવ્ય હતું તે લોકોના લાભને ખાતર કાયદો શિથિલ કેવી રીતે કરવો તે બાબ