પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
પ્રકરણ ૮ મું.

તેની સમયસૂચકતા તેમનામાં હતી. તેમની વિવેક બુદ્ધિ અને નિઃસ્વાર્થ કર્ત્તવ્યબુદ્ધિ, તથા દૃઢતા છતાં સુશીલ સ્વભાવને લીધે અધિકારી વર્ગને પણ સમજાવી શકતાં અને તેમની ખોટી જીદ છેડાવી શકતાં, મિ. સિડની હર્બર્ટે સ્કયુટેરાઇના મુખ્ય ડાકટરને લખીને સખત સૂચના આપી હતી કે મિસ નાઇટીંગેલની સુચનાને સર્વેએ આધીન રહેવું અને જ્યારે આવા મોટા અમલદાર તરફથી આવું લખાણ આવ્યું ત્યારે તે સર્વને માન્ય કરવું જ પડયું. પરંતુ મિસ નાઇટીંગેલનો સ્વભાવ અને વર્ત્તણુક એવાં હતાં કે તેમની સૂચના મનાવવાને કાઇની ભલામણની જરૂર ના રહે.

તે વખતના લખાણોમાં મિસ નાઇટીંગેલ સંબંધી લખતાં એક વર્તમાનપત્ર લખે છે કે-"આ ભલી બાઈ છેક મધ્ય રાત્રી સુધી ઈસ્પીતાળના એારડાએામાં એશરી ઉપર જયાં જયાં દરદીએાનાં બીછાનાં હોય ત્યાં હાથમાં એક નાનો સરખો દીવો લઈને ફરે છે અને સઘળાની તપાસ રાખે છે. મરણ પથારીએ સુતેલા માણસો તેમને આવતાં સાંભળીને તેમને ભલા કામને માટે આશીર્વાદ દેવા ખાતર પાસું બદલીને સુવે છે." મિસ નાઇટીંગેલે સ્કયુટેરાઈની બૅરેક હોસ્પીટલમાં અને તેનાથી થોડેક અંતરે આવેલી જનરલ હોસ્પીટલમાં પ્રથમ કામની શરૂઆત કરી હતી. બીજી હૉસ્પીટલોનો અખતિઆર પણ તેમને સોંપેલો હતો પરંતુ અહીં તેમની સાથે આવેલી આડત્રીસ નર્સો પણ તેમને જ કબજે હતી, તે ઉપરાંત એક પાદરી અને તેમના મિત્ર મિ. બ્રેસબ્રીજ અને તેમનાં પત્ની એ સર્વ પણ તેમની સાથે જ હતાં. મિસીસ બ્રેસબ્રીજને રસોઈ વગેરેનું ઉપરીપણું સોંપવામાં આવ્યું હતું. વળી તેમની સાથે એક મિ. સ્ટેફર્ડ કરીને જુવાન માણસ માત્ર મિસ નાઇટીંગેલને મદદ કરવાની ખાતર પરમાર્થે ત્યાં સુધી આવ્યો હતો. તે કાગળપત્ર લખવાનું, આસપાસની ખબરઅંતર લઈ આવવાનું ઈત્યાદિ ફેરા અાંટાનું કામ કરતો.

કોન્સસ્ટેન્ટીનોપલમાં રહેતા ઈંગ્લીશ એલચીનાં પત્ની લેડી સ્ટેફર્ડ