પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

એાફ રેડક્લીફ અને તેમના પરોણા લેડી જોર્જ પેજેટે એ લોકોએ પણ ધાયલ થયેલા ઑફિસરો માટે કાંઈ ખપની ચીજો મોકલીને મદદ કરી હતી, પણ મિસ નાઇટીંગેલનું લક્ષ તો સામાન્ય સૈનિકોનું ભલું કરવા ઉપર જ હતું. ઈસ્પીતાળના એક ભાગમાં મિસ નાઈટીંગેલનો અને તેમની સાથે આવેલાં બધાં માણસોનો ઉતારો હતો. તે ભાગમાં કામ કેવી રીતનું ચાલતું તેનું વર્ણન એક લેખક નીચે પ્રમાણે આપે છે. "આ પરોપકારી નર્સોના ઉતારાના બારણાંમાં પેસતાંજ તેમના અત્યંત કામનો ખ્યાલ આવે છે. મધ્યમાં એક મોટો એારડો છે અને તેમાંથી બહાર નીકળવાને બે ચાર બારણાં છે. બીજી બાજુએ એક બારણું છે તે નર્સોના સુવાના એા- રડામાં પડે છે. ત્યાં જ તેઓ જમવા પણ ઘણું કરીને બેસતાં. મધ્યમાં એક મોટું ટેબલ હતું. ત્યાં બેસીને રસોઈ ખાતાનાં ઉપરી બાઈ રસોઇની દેખરેખ રાખતાં, અને હમેંશ ત્યાં બેઠેલાં માલૂમ પડતાં. ઓરડાની એક બાજુએ દરદીઓના અને દવાઓના કોથળા પડેલા હતા. તે ઉપરાંત તેમ- નાં ખમીસ, મોજાં, જોડા, જભ્ભા, ફલેનલો, સ્વચ્છતાનાં સઘળાં સાધનો એ સર્વના ગાંસડા પણ ત્યાં જ પડેલા હતા."

આ સર્વ સામાન લોકોએ પોતાના ખર્ચે મોકલેલો હતો; સરકારી નહોતો. પાસેના ઓરડામાં મિસ નાઇટીંગેલ સલાહ લેવાને ખાતર સર્વને એકઠાં કરતાં: ઈસ્પીતાળની બધી જરૂરીઆતો કેવી રીતે પૂરી પાડવી, સર્વને વ્યવસ્થા કેવી રીતે કરવી એનો ચૂકાદા આ જ ઠેકાણેથી આ બાઈ આપતાં; સરકાર તરફ મોકલવાનાં બધાં લખાણ, આ કાર્યના હિતચિંતકો અને મિત્રોનાં લખાણ સર્વ અહીંથી જ લખાઈને મેકલવામાં આવતાં. નર્સોના ઉતારામાં તેમનો પ્રથમથી જ સર્વોપરી અખતિયાર હતો અને રફતે રફતે આખી ઈસ્પીતાળમાં એમનો જ અખતીઆર થયો.

સરકારી માલ ખોલવા બાબત જ્યારે તકરાર ચાલતી હતી, તે વખતે