પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.


પ્રકરણ ૯ મું.


મિસ નાiટીંગેલને સ્ક્યુટેરાઇની હોસ્પીટલમાં કેટલી સખત મહેનત કરવી પડતી હતી, તેનો ખ્યાલ તે સમયની લડાઈના સમાચાર જાણ્યાથી યથાર્થ રીતે આવશે. તેમણે લંડન છોડયું ત્યાર પછી ચોથે દિવસે ઓકટોબરની પચીસમીએ બાલાક્લાવાની લડાઈ થઈઃ નવેમ્બરની પાંચમી તારીખે ઈન્કરમેનની લડાઈ થઈ. તેને આગલે જ દિવસે તે સ્ક્યુટેરાઈમાં આવી પહોંચ્યાં હતાં. પોતાનાં કપડાં લત્તાં ગેાઠવવાનીએ પુરી ફુરસદ મળી નહિ તે પહેલાં તો તેમને ધુંસરીમાં જોડાવું પડયું. બન્ને ઇસ્પીતાળો ઘીચેાધીચ ભરાઈ એટલા ઘાયલ થયેલા સિપાઈઓ આવ્યા. વખતે ફ્લૉરેન્સ નાઇટીંગેલને કેાઈ કેાઈ વાર તો દિવસના વીસ કલાક ખડે ને ખડે પગે રહીને કામ કરવું પડતું. નવા આવેલા દરદીઓને માટે જગ્યા કરવી, તે લોકેાને કાંઈ વહાડકાપ કરાવવાની હોય તે ઉભા રહીને દીલાસો આપવો, એ સર્વ એ કરતાં. કેાલેરા કે તાવથી કોઈ પીડાતા હોય તો તેમની પાસે કલાકોના કલાકો બેસીને માથાકુટ કરતાં, જેમ વધારે વિકટ ને ધાસ્તી ભરેલાં રેાગ ચિન્હ લાગે ત્યાં તો તે ખસુસ પાસે રહેતાં, અને છેક અંતની ઘડી સુધી પોતાનાથી બનતા પ્રયાસ કરતાં. દરેક સિપાઈઓ તેમના આટલા દયાળુ સ્વભાવને લીધે તેમને મિત્ર તરીકે ગણતા હતા. દાક્તરો આવીને જે માણસોની બચવાની મુદ્દલ આશા નહોતી તેવાઓને જુદા જ કહાડી મુક્તા. એક વખતે એવા પાંચ માણસોને માટે મિસ નાઇટીંગેલને બહુ જ દયા આવવાથી દાકતરને પુછયું કે, "દાકતર શું કાંઈ પણ ઇલાજથી આ માણસ બચી શકશે નહિ ? ત્યારે દાક્તરે જવાબ દીધો કે, પહેલાં તો જેમની કાંઈકે આશા હોય તેવાઓ ઉપર મારે તો લક્ષ આપવું જેઈએ." ત્યાર પછી તેમણે પોતે તે પાંચ માણસની સારવાર કરવાનું માથે લીધું, દાક્ત-