પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
પ્રકરણ ૯ મું.

રોએ તો તેમને માટે આશા છોડી હતી. પરંતુ મિસ નાઇટીંગેલ કદી પ્રયાસ કર્યા વગર નિરાશ થઈને બેસી રહે તેવાં નહોતાં. તેથી રાત્રે એક નર્સને મદદે લીધી, અને બન્ને જણે આખી રાતનો ઉજાગરો વેઠીને તેમને મલમ પટા કરીને તેમનો જીવ ઉગાર્યો.

કોલેરા ને પ્લેગના કેસથી એ દૂર નાસતાં નહોતાં; ત્યાંના દરદીઓને પણ તેમના ઉપર પૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ હતી, અને સર્વ તેમને દેવી સમાન ગણતાં હતાં. એમનું કામ આ પ્રથમના દિવસેામાં તો ઘણું જ ભારે હતું. ઘણી બાબતોમાં અધિકારી વર્ગના મતથી ઉલટે માર્ગ વર્તવું પડતું હતું, દર્દીઓની સંખ્યા પણ બેશુમાર હતી, અને વળી ઇસ્પીતાળમાં પુરાં સાધનો પણ નહોતાં. સંજોગ એવો બન્યો કે ઈગ્લંડથી મોકલેલો સામાન આવી પહોંચતાં ધાર્યા કરતાં ઘણા જ દિવસ વીતી ગયા, અને ત્યાં જુજ સામાન હતો તેથી આટલા સેંકડો દરદીએાનું શું પુરૂં થાય. ઘણા માણસો ફક્ત અશક્તિને લીધે જ મરી જતા. જો તે ઠેકાણે થોડી ઘણીએ પુષ્ટી આપી શકે તેવી દવા હોત તો જરૂર તેએાના જીવ બચત. લડાઈનો ખરો ત્રાસ કેવો હોય છે તેનો તો આપણાથી ક્યાસ કરી શકાય જ નહિ.

એક નર્સે તે વખતે સ્કયુટેરાઈથી પત્ર લખ્યો હતો, તેમાં લખે છે કે, "કાલનો આખો દિવસ તો બિછાનાં શીવવામાં ગયો, ત્યાર પછી તે બિછાનાનું લુગડું સ્વચ્છ ન હોવાથી ધોવું પડયું, પછી દરદીઓના ઘાને ધોઈને પાટાપટી કરવા પડયા. "

"મિસ નાઈટીંગેલ ખરેજ અમારાં ઉપરી થવાને સંપૂર્ણ રીતે યોગ્ય છે, કેમકે તેમણે ઘણી વખત ઈસ્પીતાળોમાં ઉપરીપણું કરેલું છે, તેથી તેમને બધી ખબર છે. કાંઈ પુષ્ટિકારક દવા કે ખેારાક તમે ત્યાંથી ( ઈંગ્લંડથી ) મોકલી આપો તો બહુ ઉપયોગમાં આવે. દૂધ તો અહીં આવીને અમે નજરે નથી જોયું, અને રોટલી પણ બેસ્વાદ હોય છે.