પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

માખણે ઉતરી ગએલું હોય છે, બટાટા ફ્રાન્સથી આવવાના છે, એમ સાંભળ્યું છે, પણ કોણ જાણે કયે ભવે આવી પહોંચશે?" આ ઉપરથી સમજાશે કે કેટલી તરેહની વિટંબનાએા હતી. પણ ચતુર મિસ નાઇટીંગેલની બુદ્ધિ શક્તિની તો બલિહારીજ છે. તેમને આવે, દસ દિવસ તો પુરા થયાં નહોતા એટલામાં તો એક સાધારણ સગવડવાળું રસોડું ઉભું કર્યું. તેમાંથી લગભગ ૮૦૦ માણસોને સારો ખેારાક તથા અન્ય સાધનો મળતાં થયાં. મિસ નાઇટીંગેલે ખાનગી રીતે પાતાની સાથે દરદીઓને યોગ્ય થોડો ઘણો ખોરાક આણ્યો હતો. તેમાંથી તે લોકેાને ખોરાક પ્રથમ તો મળ્યો. કાંઈ કાંઈ તરેહની કાંજી, ફળ, મેવા, જેની બિચારા સિપાઈઓએ સ્વપ્ને પણ આશા નહોતી રાખી તે આ ભલી બાઈઓને હાથે તેમને મળ્યું. એવી ચીજો જોઈને એ ભલા સિપાઈઓ તો બિચારા ગળગળા જ થઈ જતા હતા. મિસ નાઇટીંગેલના આવ્યા પહેલાં ખોરાકની તંગી હતી એટલું જ નહિ પણ જેટલું મળતું તે એવું કાચું પાકું કે સાજા માણસને પણ પાચન થાય નહિ.

ખોરાક ઉપરાંત બીજી અનેક ચીજો નર્સોના રસોડામાંથી (ખાનગી રીતે ) દર્દીઓને અપાતી. કાંઈ મણ મણ બબે મણ તો એરોરૂટની કાંજી થતી હતી. અને પ્રથમ તો આ સર્વ મિસ નાઇટીંગેલના પોતાના ભંડારમાંથી મળતું. પછી જ્યારે ઈંગ્લંડના લોકેાને ખરી બાતમી મળી ત્યારે ત્યાંથી પણ સામાન આવવા લાગ્યો. કારણ કે સરકાર તરફથી જે માલ અપાતો તે પુરતો પણ નહોતો થતો, ને વળી સારી જાતનો પણ નહોતો મળતો.

સરકારી મોદીખાનાનો બંદોબસ્ત પણ કાંઈ જ બરાબર નહોતો કઈ વખતે કઈ ચીજ મળશે તેનો નિયમ જ નહિ, સવારે માગેલી ચીજ કોઇ વખત સાંજ પડતા સુધી પણ મળે નહિ. મળે ત્યારે રસોડામાં પુરો દેવતાએ રહેલો હોય નહિ. કાયદાસર જ્યારે અમુક માણસ તપાસી લે, માપ લે, ત્યારે જ બધી ચીજ અપાય. બીજી બાબતોમાં તો એવા કાયદા ચાલે