પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૩
પ્રકરણ ૯ મું.

નાઇટીંગેલની સુશીલતાની છાપ એટલી બધી પડી હતી કે કેાઈ પણ નોકર એક અપશબ્દ વાપરતો નહિ, તેમજ કેાઈ ઉંચે અવાજે બોલતું નહિ. સર્વે અદબ રાખીને નીતિથી વર્તતા હતા, દર્દીએ તો મિસ નાઇટીંગેલની વાસ્તવિક પૂજા કરતા હતા. વ્હાડ કાપના ઓરડામાં જ્યારે મિસ નાઈટીંગેલ ઉભાં રહેતાં ત્યારે તે આશ્ચર્યકારક અસર થતી. તેમની હાજરીથી ડાકટર ઘણી જ સહેલાઈથી કાપકુપ કરી શકતા હતા. દર્દીઓને બેભાન થવાની દવા પણ બહુ આપવી પડતી નહિ, શાંત અને સ્થિર ચહેરા રાખીને તેઓ નસ્તરનું દરદ સહન કરી શકતા.

મિસ નાઇટીંગે ને આટલી બધી સત્તા સોંપવાને માટે જે લોકો સરકાર વિરૂદ્ધ બબડતા હતા તેઓને પણ દિવસે દિવસે લાગ્યું કે આ મહાન કાર્ય માટે તો સુશીલ, ધૈર્યવાન અને નેક મિસ નાઇટીંગેલ શિવાય કેાઈ પહેાંચી વળત નહીં.

માંદા થએલા સિપાઈઓ ઉપરાંત સિપાઈએાની સ્ત્રીઓને પણ મિસ નાઇટીંગેલ મદદ કરતાં હતાં. જ્યારે તે સ્ક્યુટેરાઈ આવ્યાં ત્યારે સંખ્યાબંધ સ્ત્રીઓ જેમના વર લડાઈમાં ગએલા હતા અને જેઓના વર રણમાં મૃત્યુ પામ્યા હતા તે સર્વ અથાગ સંકટમાં હતી. બૅરેક હોસ્પીટલને ખુણેખાંચરે તેઓ પડી રહેતી. પોતાના પતિથી વિખુટી થએલી તેથી સરકાર તરફથી તેમને ખોરાક કે રહેવાની જગા મળતી નહિ, તેમને માટે કાંઈ પણ બંદોબસ્ત તે વખતે કરવામાં આવ્યા નહોતા. ઉપરીના હુકમ આવે ત્યારે વિધવા થએલી સ્ત્રીઓને ફક્ત ઈંગ્લંડ મેકલી દેવામાં આવતી. પણ જેમના પતિ હયાત હતા-જેઓ માંદા હતા કે લડાઈમાં ગએલા હતા તે સ્ત્રીઓ પોતાના પતિને મુકીને પોતાને દેશ જવા કબુલ નહોતી થતી.

મિસ નાઇટીંગેલે જોયું કે આમાંની ઘણી સ્ત્રીઓ ગૃહસ્થ વર્ગમાંની હતી. તેમને પહેરવાને પુરતાં કપડાં પણ નહોતાં. કારણ કે જેટલાં સાથે આણ્યાં હશે તેટલાં વપરાઈ ચુકયાં હતાં. તાપ તડકામાં તેઓ બુટ અને